asd
18 C
Ahmedabad
Tuesday, December 10, 2024

ખેડૂતો માટે ખુશીના સમાચાર, રવિ મોસમ માટે નર્મદાનું પાણી અપાશે, વાંચો કયા વિસ્તારને થશે ફાયદો


ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્ર વિસ્તારના ખેડૂતોના રવિ મોસમના પાક વાવેતરને પૂરક સિંચાઈ માટે નર્મદાનું ૩૦,૫૦૪ એમ.સી.એફ.ટી. પાણી ફાળવાશે

Advertisement

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલનો વધુ એક ખેડૂત હિતકારી નિર્ણય
૬૦ હજાર એકર ખેતી લાયક વિસ્તારને સિંચાઈનો લાભ મળશે

Advertisement

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્ર વિસ્તારના ખેડૂતોને રવિ મોસમના પાક વાવેતર માટે પૂરક સિંચાઈ અને પીવાના હેતુસર પાણીની સુવિધા પુરી પાડવા નર્મદાનું કુલ ૩૦,૫૦૪ એમ.સી.એફ.ટી. પાણી ફાળવવાનો નિર્ણય કર્યો છે.

Advertisement

નર્મદા મુખ્ય નહેર આધારિત ઉદ્વહન પાઈપલાઈનો મારફત ઉત્તર ગુજરાત તથા સૌરાષ્ટ્ર વિસ્તારમાં સૌની યોજના દ્વારા સિંચાઈ અને પીવાના હેતુસર વર્ષમાં વિવિધ તબક્કે નર્મદાના પાણીની ફાળવણી કરવામાં આવે છે.

Advertisement

ઉત્તર ગુજરાત તથા સૌરાષ્ટ્ર ખેડૂતો દ્વારા રવિ ઋતુ દરમિયાન બહોળા પ્રમાણમાં પાકનું વાવેતર થાય તેના આયોજનના ભાગરૂપે પૂરક સિંચાઈ અર્થે તળાવો તથા ચેકડેમો ભરવા નર્મદાના આ પાણીની ફાળવણી કરવાનો કિસાન હિતકારી અભિગમ મુખ્યમંત્રીએ અપનાવ્યો છે.

Advertisement

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આ સંદર્ભમાં નર્મદા મુખ્ય નહેર આધારિત ઉદ્વહન પાઈપલાઈનો મારફત ઉત્તર ગુજરાત વિસ્તાર માટે ૧૬,૬૩૭ એમ.સી.એફ.ટી. તથા સૌરાષ્ટ્ર વિસ્તાર માટે ૧૩,૮૬૭ એમ.સી.એફ.ટી. મળી કુલ ૩૦,૫૦૪ એમ.સી.એફ.ટી. નર્મદાનું પાણી તારીખ ૧૫મી માર્ચ ૨૦૨૫ સુધીના સમયગાળા માટે ફાળવવાનો ખેડૂતલક્ષી નિર્ણય કર્યો છે.

Advertisement

નર્મદાના આ પાણીની ફાળવણીથી ઉત્તર ગુજરાત વિસ્તારના ૯૫૨ તળાવો અને સુજલામ સુફલામ સ્પ્રેડીંગ નહેર તથા સૌની યોજનાથી સૌરાષ્ટ્ર વિસ્તારના ૨૪૩ તળાવો અને ૧૮૨૦ ચેકડેમ થકી અંદાજે ૬૦ હજાર એકર ખેતીલાયક વિસ્તારને સિંચાઈનો લાભ મળશે.

Advertisement
Advertisement

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

વૉટ્સ એપ ચેનલમાં જોડાવા ક્લિક કરો
- Advertisement -
- Advertisement -

વિડીયો

- Advertisement -
error: Content is protected !!