સાઉથ સુપરસ્ટાર અલ્લુ અર્જુનની ફિલ્મ ‘પુષ્પા 2’ને લઈને ચાહકો ખૂબ જ ઉત્સાહિત છે, પરંતુ હવે લાગે છે કે આ ફિલ્મની રિલીઝ પર કાયદાકીય વાદળો ઘેરાઈ રહ્યા છે. વાસ્તવમાં, ફિલ્મ પર ધાર્મિક ભાવનાઓને ઠેસ પહોંચાડવાનો આરોપ છે અને તેના કારણે તેની રિલીઝને અસર થઈ શકે છે.
શું ફિલ્મની રિલીઝને અસર થશે?
એક તરફ દેશભરમાં લોકો આ ફિલ્મની રિલીઝની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે તો બીજી તરફ હરિયાણામાં ફિલ્મને લઈને હોબાળો મચી ગયો છે. ફિલ્મના મેકર્સ અને સ્ટાર્સ પર લોકોની ધાર્મિક ભાવનાઓને ઠેસ પહોંચાડવાનો આરોપ છે. જો કે, પોલીસે હજુ સુધી કેસ નોંધ્યો નથી અને કહ્યું છે કે, તેઓ આ મામલે પહેલા વરિષ્ઠ અધિકારીઓ સાથે વાત કરશે અને પછી જ નિર્ણય લેવામાં આવશે.