રશિયા-યુક્રેન યુદ્ધને લગભગ 3 વર્ષ થઈ ગયા છે. દરમિયાન, રશિયન રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિનની લગભગ બે સપ્તાહની ગેરહાજરી અંગે હજુ સુધી કોઈ સત્તાવાર ખુલાસો કરવામાં આવ્યો નથી, પરંતુ મીડિયા અહેવાલો અનુસાર, તેમની ગેરહાજરીનું કારણ “સ્વાસ્થ્ય તપાસ” અને “સ્વાસ્થ્ય સારવાર” હોઈ શકે છે. આ ઘટના એવા સમયે બની છે જ્યારે યુક્રેન દ્વારા બ્રિટિશ અને અમેરિકન લોંગ રેન્જ સ્ટોર્મ શેડો અને એટીએસીએમએસ મિસાઈલોનો રશિયા વિરુદ્ધ ઉપયોગ કરવાને લઈને પરમાણુ યુદ્ધને લઈને તણાવ વધી ગયો છે.
દરમિયાન, સ્વતંત્ર રશિયન મીડિયા વિશ્લેષકોનું કહેવું છે કે વર્તમાનમાં વ્લાદિમીર પુતિન ટીવી પર રોજેરોજ મીટિંગ કરતા જોવા મળે છે. વિશ્લેષકો કહે છે કે આ બેઠકો વાસ્તવમાં પ્રી-રેકોર્ડેડ હતી. પુતિનની 72 વર્ષની ઉંમર અને તેમની તાજેતરની સ્વાસ્થ્ય સમસ્યાઓના કારણે એવી અટકળો લગાવવામાં આવી રહી છે કે તેમણે પોતાને જાહેર જીવનથી દૂર કરી દીધા છે. અહેવાલો અનુસાર, પુતિન 7 નવેમ્બરથી કોઈપણ જાહેર કાર્યક્રમમાં જોવા મળ્યા નથી.