38 C
Gujarat
Sunday, July 12, 2026
Home પીપલ પંચમહાલ: ગોધરા ખાતે સ્વામી લીલાશાહ સમુહ લગ્ન સમિતી દ્વારા પાંચમા સમુહ લગ્નનુ...

પંચમહાલ: ગોધરા ખાતે સ્વામી લીલાશાહ સમુહ લગ્ન સમિતી દ્વારા પાંચમા સમુહ લગ્નનુ આયોજન કરાયુ

0
106

ગોધરા

પંચમહાલ જીલ્લાના ગોધરા ખાતે સ્વામી લીલાશાહ સમુહ લગ્ન સમિતી તેમજ શ્રી સ્વામી લીલાશાહ આશ્રમ લીલાશાહ કુટિયા દ્વારા પાંચમા સમુહ લગ્નનુ આયોજન કરવામા આવ્યુ હતુ. જેમા 10 જેટલા નવયુગલ દંપતી દ્વારા પ્રભુતામા પગલા પાડવામા આવ્યા હતા.આ સમુહલગ્નમા મોટી સંખ્યામા સામાજીક આગેવાનો તેમજ અગ્રણી હાજર રહ્યા હતા અને નવીન દંપતીને શુભેચ્છા પાઠવી હતી. આ કાર્યક્રમમાં મહામંડલેશ્વર સ્વામી શ્રી હંસરામજી ઉદાસીન સનાતન મંદિર ભીલવાડા રાજસ્થાનથી ખાસ ઉપસ્થિત રહીને સૌ નવદંપતિને આર્શિવાદ પાઠવ્યા હતા. કાર્યક્રમમાં ગણેશ સ્થાપના ( પલ્લવ),ડીખ ( સહેરાબંટી),હસ્તમેલાપ સહિતના પ્રસંગો યોજવામા આવ્યા હતા. આ સમુહલગ્ન કાર્યક્રમમા નવદંપતીને આર્શિવાદ આપવામા સમાજના અગ્રણીઓ દ્વારા આપવામા આવ્યા હતા. સાથે આ સમુહ લગ્નકાર્યક્રમનુ લાઈવ પ્રસારણ સોશિયલ મિડીયા પર કરવામા આવ્યુ હતુ. નોધનીય છે કે આજના મોઘવારીના જમાનામા આ રીતે થતા સમુહ લગ્નોથી પરિવાર પર થતા આર્થિક ભારણ ઓછુ થાય છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

error: Content is protected !!