ધાર્મિક કાર્યક્રમમાં પણ ગ્રાન્ટની માથાકૂટ !
ગ્રાન્ટ હૈ તો સબકુછ હૈ, બાકી કુછ નહીં !Advertisement
અંકિત ચૌહાણ/જય અમીન
ભાજપ સિસ્ત ની પાર્ટી કહેવાતી હોય છે, જોકે લોકસભાની ચૂંટણીમાં ભાજપના નારાજ કાર્યકરોની ગુંજ ગાંધીનગરથી લઇને દિલ્હી સુધી સંભળાઈ હતી. ત્યારપછી અલગ-અલગ જિલ્લાઓમાં તેની અસર જોવા મળી હતી. હવે નેતાઓ પણ જાહેરમાં, હૈયાવરાળ ઠાલવાનો કિસ્સો ફરીથી અરવલ્લી જિલ્લામાં સામે આવ્યો છે. હવે કોઈ ટિકિટ કે પછી ઉચ્ચ હોદ્દાને લઇને નહીં પરંતુ, ગ્રાન્ટ બાબતે મામલો ગરમાયો હોવાની માહિતી મળી રહી છે. યાત્રાધામ શામળાજી ખાતે આયોજિત કરવામાં આવેલા લેસર એન્ડ સાઉન્ડ શો ઉદ્ધાટન કાર્યક્રમ સમયે એક નેતાએ, મંચ પરથી હજારો-કરોડો રૂપિયાની ગ્રાન્ટ ફાળવાઈ હોવાની વાતને લઇને ચર્ચાએ જોર પકડ્યું હતું. સ્ટેજ કાર્યક્રમ પૂર્ણ થયા પછી, ભાજપના સ્થાનિક નેતાઓ વચ્ચે વાકબાણ ચાલ્યા હતા.
યાત્રાધામ શામળાજી ખાતે સાઉન્ડ એન્ડ લાઈટ શો પૂર્ણ થયા પછી, નેતાઓ, ધારાસભ્યો તેમજ કલેક્ટર, અધિક કલેક્ટર, જિલ્લા વિકાસ અધિકારી સહિતના અધિકારીઓ મંદિર પરિસરમાં બનાવવામાં આવેલી એક રૂમમાં ભોજન કરવા માટે ગયા હતા, જ્યાં ભોજન કરતા સમયે હજારો કરોડો રૂપિયાની ગ્રાન્ટ બાબતે એવી ટસલ ચાલી, કે, બે નેતાઓ વચ્ચે ભારે અને ગરમ ચર્ચા ચાલી. મામલો એ હદે પહોંચી ગયો કે, એકબીજા પર ગંભીર આક્ષેપો કર્યા હતા. બે નેતાઓની ધીમા અવાજે, પણ આસપાસના અધિકારીઓ અને ફરતે ચાલતા લોકો સાંભળે, તે પ્રમાણે બૂમરાળ થઈ હતી, જેને લઇને લોકો પણ અચંબામાં મુકાઈ ગયા હતા. કેટલાક લોકો તો વિચારતા જ થઈ ગયા કે, આતો, વળી થયું તો થયું શું? એક નેતાએ પર બીજા નેતાએ ગંભીર આક્ષેપો કર્યા કે, તમે તો આમ કરો છો, તમે શું કરો છો, બધી અમને ખબર છે. તેના જવામાં બીજા નેતાએ કહ્યું કે, હું એક લાખની વીઘો જમીન રાખીને દસ લાખમાં વેંચું છું, કાંઈ ખોટું કામ નથી કરતો. આવા ગંભીર આક્ષેપો – પ્રતિ આક્ષેપોને લઇને મામલો ગરમાયો હતો.
અરવલ્લી જિલ્લાના ઉચ્ચ અધિકારીઓની હાજરીમાં નેતાઓના શબ્દબાણથી અધિકારીઓએ દૂર રહેવું મુનાસિબ સમજ્યું હતું. ભાજપમાં ભલે કહેવા માટે સારૂ હોય, પણ નજીકથી જોવાથી કંઈક બરોબર નથી, તેવી પણ ચર્ચાઓએ જોર પકડ્યું છે.