અખિલ ગુજરાત પ્રજાપતિ સંઘ વડોદરા દ્વાર સંચાલિત અરવલ્લી જિલ્લા પ્રજાપતિ સંઘ સમિતિ આયોજિત સ્નેહ મિલન કાર્યક્રમ તારીખ 24 નવેમ્બર રવિવારે મોડાસા કોલેજના ભા.મા.શા. સભાખંડ ખાતે યોજાઈ ગયો.
અખિલ ગુજરાત પ્રજાપતિ સંઘ અરવલ્લી દ્વારા આઠમો સ્નેહ મિલન કાર્યક્રમ યોજવામાં આવ્યો. આ કાર્યક્રમ અંતર્ગત અરવલ્લી જિલ્લાના તેજસ્વી તારલાઓનું સન્માન, પ્રજાપતિ સમાજના સેવારત તબીબોનું સન્માન તથા નવનિયુક્ત સરકારી કર્મચારી અને સેવા નિવૃત્ત થયેલા કર્મચારીઓનું સન્માન કરવામાં આવ્યું હતું. સ્નેહ મિલનમાં સમગ્ર અરવલ્લી જિલ્લામાંથી સમાજના શ્રેષ્ઠીઓ, અગ્રણીઓ, અધિકારીઓ, ડોકટરો, તથા ભાઈઓ-બહેનો અને વિદ્યાર્થીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. સમગ્ર સભાખંડ ખીચોખીચ ભરાઈ ગયો હતો.
આ સ્નેહ મિલનમાં અખિલ ગુજરાત પ્રજાપતિ સંઘના પ્રતિનિધિ તરીકે વડોદરાથી ગુજરાત રાજ્ય પ્રચાર સંતી ચેરમેન રસિકભાઈ પ્રજાપતિ, જયેશભાઈ દાણી, સચિન ભાઈ પ્રજાપતિ વિશેષ ઉપસ્થિત રહી કાર્યક્રમને શુભકામનાઓ પાઠવી હતી તથા સમાજના તેજસ્વી તારલાઓ, તબીબો , નવનિયુક્ત કર્મચારી, અને સેવાનિવૃત્ત થયેલ કર્મચારીઓને મોમેન્ટ આપી સન્માનવામાં આવ્યા હતા.
ઉપસ્થિત મહિનાઓએ પ્રવચન આપતા જણાવ્યું હતું કે પરિશ્રમ અને પ્રમાણિકતા થકી પ્રજાપતિ સમાજે વિકાસની હરણફાળ ભરી છે. આગામી સમયમાં વધુ પુરુષાર્થ કરી રાષ્ટ્રના વિકાસમાં યોગદાન આપવા પ્રજાપતિ સમાજ અગ્રેસર રહેવા આહવાન કર્યું હતું. કાર્યક્રમની સફળતા જોતાં ઉપસ્થિત સમાજના શ્રેષ્ઠીઓ એ દાનનો ધોધ વહાવ્યો હતો.
અખિલ ગુજરાત પ્રજાપતિ સંઘ ઝોન ઉપાધ્યક્ષ દિનેશભાઈ પી. પ્રજાપતિ, જિલ્લા પ્રમુખ મનોજભાઈ ગુર્જર, રાજુભાઈ ગુર્જર, અરવિંદભાઈ પ્રજાપતિ, મહેશભાઈ પ્રજાપતિ, દિનેશભાઈ જે. પ્રજાપતિ, જયંતીભાઈ પ્રજાપતિ, વિનોદભાઈ એ. પ્રજાપતિ, કમલેશભાઈ પ્રજાપતિ, જીતુભાઈ પ્રજાપતિ, નીતિનભાઈ પ્રજાપતિ, ધર્મેન્દ્રભાઈ પ્રજાપતિ, દક્ષાબેન ડી પ્રજાપતિ, નીરૂબેન પ્રજાપતિ, કીર્તિને પ્રજાપતિ, મંજુલાબેન પ્રજાપતિ, શિલ્પાબેન પ્રજાપતિ, વર્ષાબેન પ્રજાપતિ સમગ્ર ટીમે કાર્યક્રમને સફળ બનાવવા માટે ભારે જહેમત ઊઠાવી હતી.
સમગ્ર કાર્યક્રમનું સફળ સંચાલન નરેશભાઈ પ્રજાપતિ, જશવંતભાઈ પ્રજાપતિ અને દીપકભાઈ પ્રજાપતિ એ કર્યું હતું.