નશીલા પદાર્થ જીવલેણ છે તેનાથી દૂર રહો નશીલા પદાર્થનું સેવન કે વેચાણ ગંભીર ગુનો છે ડ્રગ્સ અવેરનેસ પ્રોગ્રામ યોજાયો
જીલ્લા કલેકટર પ્રશસ્તી પારીક તેમજ જીલ્લા SP શૈફાલી બારવાલીના અધ્યક્ષસ્થાને કાર્યક્રમ યોજાયો
અરવલ્લી જિલ્લાના મોડાસા ખાતે ડ્રગ્સ અવેરનેસ કાર્યક્રમ યોજાયો. અને મોડાસા ખાતે રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં મોટી સંખ્યામાં પોલીસ વિભાગ વિદ્યાર્થીઓ તેમજ નગરની જનતા જોડાઈ હતી.
આજના સમયમાં કોઈપણ ઉમરના લોકો નશીલા પદાર્થનું સેવન કરતા જોવા મળે છે.જેમાં નશીલા પદાર્થનું સેવન અને વેચાણ ગંભીર ગુનો છે.જેમાં અનેક લોકો પોતાના પરિવાર અને પોતાના જીવનને દાવ ઉપર લગાવી દેવામાં આવે છે. પારિવારિક અને સામાજિક તેમજ આર્થિક સ્થિતિ ઉપર સવાલો ઉભા થાય છે.માદક દ્રવ્યોનું વ્યસન ખૂબ જ ખરાબ છે અને તેનાથી છૂટકારો મેળવવો ખૂબ જ મુશ્કેલ છે. આજે યુવાનો આની સૌથી વધુ અસરગ્રસ્ત છે. વ્યસન ગમે તે હોય, તે તમારા સ્વાસ્થ્ય અને માનસિક સ્વાસ્થ્ય પર ખૂબ જ ખરાબ અસર કરે છે.ડ્રગ્સના દૂષણને દૂર કરવા વહીવટીતંત્ર સાથે લોકોએ પણ સહયોગ આપવો જરૂરી છે. તેમજ ડ્રગ્સ સંબંધિત કાયદા કડક કરાતા તેમજ તેનું કડક રીતે અમલીકરણ કરવામાં આવે તો દુષણને ડામી શકીએ છીએ.
જિલ્લા કલેક્ટર દ્વારા આ કાર્યક્રમ માં અવેરનેસ માટે કાર્યક્રમને પ્રોત્સાહન આપવામાં આવ્યું, તેમજ પોલીસ વિભાગને આવે કાર્યક્રમો થકી લોકજાગૃતિ માટેના પ્રયાસોને બિરદાવવામાં આવ્યા હતા
આ કાર્યક્રમમાં જિલ્લા પોલીસ વડા શૈફાલી બારવાલ, જિલ્લા પંચાયત પ્રમુખ પ્રિયંકાબેન ડામોર,મોડાસા નગરપાલિકા પ્રમુખ નીરજ શેઠ,તેમજ અન્ય પદાધિકારીઓ તેમજ અન્ય વહીવટી તંત્રના વિભાગીય વડાઓ તેમજ મોટી સંખ્યામાં પોલીસ વિભાગના જવાનો અને કોલેજના વિદ્યાર્થીઓ રેલી અને કાર્યક્રમમાં જોડાયા હતા.