ધી સાબરકાંઠા જીલ્લા મધ્યસ્થ સહકારી બેંક લી. હિંમતનગર ધ્વારા અરવલ્લી જીલ્લાના ભિલોડા તાલુકાની ટાકાટુકા અને ખેરાડી ધી સા.કાં બેંક શાખામાં અધતન સુવિધાસભર એ.ટી.એમ નો લોકાર્પણ કાર્યક્રમ યોજાયો હતો.આ શુભ પ્રસંગે ગુજરાત રાજય સહકાર ભારતી, પ્રમુખ, ધી સાબરકાંઠા જીલ્લા મધ્યસ્થ સહકારી કો.ઓ.બેંક લી. હિંમતનગર – પુર્વ ચેરમેન – મહેશભાઈ એ. પટેલ, પુર્વ વા. ચેરમેન રાજેન્દ્રસિંહ એન. ભાટી (ટોરડા, તા. ભિલોડા), પુર્વ ડિરેક્ટર – હિંમતનગર – સાબર ડેરી – જેસિંગભાઈ આર. પટેલ, રાજકીય, સહકારી, સામાજીક આગેવાન શાંમળભાઈ કે. પટેલ, વનરાજસિંહ આઈ. રાઠોડ, ધી સા.કાં બેંકના વહીવટી અધિકારીઓ, સહિત ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા.ધી સા.કાં બેંકના હજ્જારો ગ્રાહકોમાં અત્ર-તત્ર-સર્વત્ર આનંદની લાગણી પ્રસરી હતી.