અરવલ્લી-સાબરકાંઠા જિલ્લામાં બિલાડીની ટોપ ની જેમ ફૂટી નિકળતા, CID ની ટીમ દ્વારા દરોડા પાડીને કાર્યવાહી શરૂ કરી છે, જોકે હવે ચર્ચાઓ એ ચાલી છે કે, દરોડા BZ ઉપર પડ્યા અને તેના જેવી સ્કીમ ચલાવતા અન્ય લોકોની ઓફિસિસ કેમ બંધ થઈ ગઈ છે?
અરવલ્લી જિલ્લામાં બે દિવસ પહેલા અરવલ્લી અને સાબરકાંઠા જિલ્લામાં ચાલતી BZ વિવિધ ફ્રેન્ચાઇઝીઝ અને એજન્ટની ઑફિસિસ ઉપર CID ની તપાસ શરૂ થઈ હતી જોકે આ પ્રકારની પોન્ઝી સ્કિમ્સ ચલાવતી અન્ય ઑફિસિસ કેમ બંધ કરી દેવાઈ છે તે સવાલ છે! લોકચર્ચાઓ એ પણ ચાલી રહી છે કે, અન્ય ઑફિસિસમાં પણ ઊંચા વ્યાજદરો આપવામાં આવતા હતા. અરવલ્લી અને સાબરકાંઠા આ પ્રકારની ઑફિસિસમાં આર.કે.એન્ટરપ્રાઈઝ,હરિસિદ્ધિ, જય માતાજી, કેસર, એ.એસ.કન્સલ્ટન્સી, બાલાજી ગ્લોબલ, આર. આર. કરીને એક કંપનીઓના નામ હવે લોક ચર્ચાઓ પર ચાલ્યા છે. લોક ચર્ચામાં એવું પણ જાણવા મળ્યું છે કે, આ પણ પોન્ઝી સ્કિમ્સ હેઠળ માસિક સરેરાશ 5 થી 7 ટકા વ્યાજ રોકાણકારો ને આપે છે.જેનું વાર્ષિક વ્યાજ સરેરાશ 48 થી 84 ટકા વ્યાજ થાય,જે બેંક તેમજ પોસ્ટ કરતા ઘણું નહીં, પણ અધધ છે. જોકે CID ના દરોડા પછી આમાંથી મોટા ભાગની સંસ્થાઓ ના હાલ શટર ડાઉન છે, તો કેટલીક કંપનીઓના કહેવાતા CEO ક્યાંક જતાં રહ્યા છે. એટલું જ નહીં સાયલેંટ પાર્ટનર ના મોંઢાં સીવાઈ ગયા છે. પહેલા રોલો પાડતાં આ તમામ કંપનીના મળતિયા હવે નજર છુપાવવાના ફાંફા પડી ગયા હોવાની ચર્ચાઓ ચાલી રહી છે.
સુત્રો તરફથી મળતી માહિતી મુજબ એન્ટરપ્રાઈઝ અને અન્ય નામ આપીને જે પોન્ઝી સ્કીમ શરૂ કરી દેવામાં આવી છે, જેમાંથી એક વ્યકિત કે, જે એન્ટરપ્રાઈઝ નામે ઓફિસ ચલાવે છે તે દુબઈમાં હાલ હોવાની ચર્ચાઓએ જોર પકડ્યું છે. જોકે સત્યતા શું છે, તે એક સવાલ છે. લોકો એન્ટરપ્રાઇઝ ના CEO ને એમ પણ પૂછી રહ્યા છે કે, હબીબી તુમ કહા હો?