પ્લેન ક્રેશનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે. લગભગ 30,000 ફૂટની ઊંચાઈએથી એક પ્લેન અચાનક જમીન પર પડી ગયું અને તેની અસર થતાં જ જોરદાર વિસ્ફોટ થતાં પ્લેનમાં આગ લાગી ગઈ. આ દુર્ઘટનામાં વિમાનમાં સવાર પાઈલટ અને કો-પાઈલટ જીવતા દાઝી ગયા હતા. લોકોએ વિમાનને પલટીને આકાશમાંથી જમીન પર પડતું જોયું અને તેનો વીડિયો બનાવીને સોશિયલ મીડિયા પર પોસ્ટ કર્યો. આ અકસ્માત આર્જેન્ટિનામાં થયો હતો અને બોમ્બાર્ડિયર ચેલેન્જર 300 સેન ફર્નાન્ડો એરપોર્ટ નજીક ક્રેશ થયું હતું.
જમીન પર પડતાં વિમાન એક ઈમારત સાથે પણ અથડાયું હતું. વિમાન એરપોર્ટ નજીક જોસ ટેરી અને ચારલિન શેરીઓના આંતરછેદ નજીક રહેણાંક વિસ્તારમાં ક્રેશ થયું હતું. વિમાનમાં આગની જ્વાળાઓ જોઈ લોકોમાં ગભરાટ ફેલાઈ ગયો હતો. પોલીસ અધિકારીઓએ દુર્ઘટના સ્થળેથી લોકોને સલામત સ્થળે ખસેડ્યા હતા, કારણ કે પ્લેનની ટક્કરથી બિલ્ડિંગ અને નજીકના ઘણા મકાનોને પણ નુકસાન થયું હતું. આગના તણખા ઘણા ઘરોમાં પડ્યા અને આગ લાગી. ફાયર બ્રિગેડે વિસ્તારને સીલ કરી પ્લેનમાં લાગેલી આગને કાબૂમાં લીધી હતી.
🚨 BREAKING: Bombardier Challenger 300 (LV-GOK) crashes into a building while landing at San Fernando Airport, Argentina. The jet overran runway 05 after returning from Punta del Este. Both pilot and co-pilot tragically killed. Investigation underway. #Aviation #BreakingNews… pic.twitter.com/awQoqZa0eC
Advertisement— Antony Ochieng,KE✈️ (@Turbinetraveler) December 18, 2024
Advertisement