મોડાસા માં સવારના અરસામાં ટ્રાફિક ડ્રાઇવ, બ્લેક ફિલ્મ દૂર કરતી અરવલ્લી પોલિસ
જિલ્લા સેવા સદનમાં નિયમોનો સરેઆમ ભંગ, સરકારી ગાડીઓ પર બ્લેક ફિલ્મ જોવા મળી
Dy. DDO તેમજ અન્ય બોલેરો ગાડીઓ પર બ્લેક ફિલ્મથી અનેક સવાલો
જાહેર જનતાના માટે નિયમ લાગૂ પડે છે તો, સરકારી બાબૂઓ માટે અલગથી કાયદો છે કે શું?
SP કચેરીમાં પાર્કિંગ કરેલી ગાડીઓની નંબર પ્લેટ કેમ નથી? અહીં બ્લેક ફિલ્મ ક્યારે દૂર થશે?
ડે. DDO ની ગાડી પર બ્લેક ફિલ્મ દૂર કરી દંડ ફટકારાશે કે શું?
ટ્રાફિક ના નિયમોનું પાલન કરવું તે પ્રજાની જવાબદારી નથી, પણ સરકારી નોકર એટલે કે, અધિકારીઓ અને કર્મચારીઓની પણ છે. અરવલ્લી જિલ્લા પોલિસ દ્વારા ગુરૂવારના દિવસે મોડાસા શહેરમાં ASP સંજયકુમાર કેશવાલા ની આગેવાનીમાં ટ્રાફિક ડ્રાઇવ યોજવામાં આવી હતી. જે મોડાસા ચાર રસ્તાથી GEB અને ત્યારબાદ સ્ટેશન રૉડ વિસ્તારમાં યોજાઈ હતી. આ સમય દરમિયાન જે ગાડીના કાચ ઉપર બ્લેક ફિલ્મ લગાવી હતી, તે ઉતારી દેવામાં આવી હતી. ચાર રસ્તા ઉપરથી પસાર થતી કાળા કાચવાળી પસાર થતીં હતી, જેને રોકી તેની બ્લેક ફિલ્મ ઉતારીને બહાદૂર પોલિસે સારી કામગીરી કરતા, લોકોએ પ્રશંસા કરી હતી, જોકે પોલિસની કામગીરી ત્યારે જ સાચી કહી શકાય કે, જ્યારે સરકારી ગાડીની બ્લેક ફિલ્મ દૂર કરવામાં આવે.
અરવલ્લી જિલ્લા સેવા સદનમાં કેટલીય ગાડીઓ છે, જેના પર બ્લેક ફિલ્મ લગાવેલી છે. એટલું જ નહીં સરકારી ગાડીઓ ઉપર બ્લેક ફિલ્મ લગાવીને ટ્રાફિક ના નિયમોનો સરેઆમ ભંગ થતો હોય તેવું લાગે છે. કલેક્ટર, SP, તેમજ DDO ની ગાડી પર બ્લેક ફિલ્મ નથી પણ ડે. ડીડીઓ તેમજ અન્ય સરકારી વાહનો પર બ્લેક ફિલ્મ કેમ લગાવેલી છે તેવા સવાલો ઉઠી રહ્યા છે. એટલું જ નહીં, SP કચેરીના પાર્કિંગમાં કેટલીય ગાડીઓ પર બ્લેક ફિલ્મ લગાવેલી છે તો કેટલીક ગાડીઓ તો નંબર પ્લેટ વિનાની જોવા મળી રહી છે. ASP ની ટીમ દ્વારા સવારે સરાહનીય કામગીરી કરવામાં આવી હતી, જે આવકારદાયક છે પણ જાહેર જનતા માટે જ ટ્રાફિક ના નિયમો લાગૂ પડે છે કે શું તે સવાલ છે.