અંકિત ચૌહાણ / જય અમીન
અરવલ્લી જિલ્લાના સુપ્રસિદ્ધ યાત્રાધામ ખાતે બે દિવસિય શામળાજી મહોત્સવને ખુલ્લો મુકવામાં આવ્યો છે. ત્રણ અને ચાર જાન્યુઆરીના રોજ શામળાજી મહોત્વનું આયોજન થયું છે. ત્રણ જાન્યુઆરી થી શામળાજી મહોત્સવનો રંગારંગ પ્રારંભ થયો, જેમાં પ્રથમ દિવસે લોક ગાયિકા ગીતાબેન રબારી અને બીજા દિવસે ઓસ્માન મીર સંગીતના સૂર પીરસવાના છે.
સમારંભમાં વક્તવ્ય આપતા ફરીથી શામળાજી ને તાલુકો બનાવવાની માંગ બુલંદ થઈ છે. ભિલોડા ના ધારાસભ્ય પી.સી.બરંડાએ પોતાના પ્રાસંગિક પ્રવચનમાં જણાવ્યું કે, વર્ષ 2016 થી શામળાજી તાલુકો બનાવવાની વાત ચાલી રહી છે, જે આ વર્ષમાં કદાચ પુરી થઈ શકે છે. તેમણે ઉમેર્યું કે, શામળાજી તાલુકો બને તો દેશ વિદેશમાંથી મોટી સંખ્યામાં ભક્તો આવી શકે છે,જેથી શામળાજી નો વિકાસ થઈ શકે છે. તેમણે એમ જણાવ્યું કે, શામળાજી તાલુકો બને તો સ્થાનિક લોકોની રોજગારી પણ વધી શકે એમ છે.
દર વર્ષે, રાજ્યના યાત્રાધામ ખાતે આ પ્રકારે મહોત્સવ ઉજવાતા હોય છે, શામળાજી મહોત્સવ યોજવાથી, યાત્રાધામનો પ્રચાર પ્રસાર થવો, સાથે જ સ્થાનિક લોકનૃત્યો, ગીત, ભજન તેમજ અન્ય સાંસ્કૃતિક કળાનો પ્રચાર પ્રસાર થાય, તેવા ઉદ્દેશ્ય સાથે આ મહોત્વની ઉજવણી કરવામાં આવતી હોય છે… આ કાર્યક્રમને નિહાળવા માટે દૂરદૂરથી ભક્તો પહોંચતા જ હોય છે… હાલમાં જ યાત્રાધામના વિકાસ માટે ગ્રાન્ટ ફાળવવામાં આવી હતી, જેમાંથી શામળાજી મંદિર ખાતે લેસર શોનું ઉદ્ધાટન પણ કરવામાં આવ્યું હતું… આ કાર્યક્રમમાં જિલ્લાના ઉચ્ચ અધિકારીઓ સહિત ધારાસભ્યો પણ ઉપસ્થિત રહેતા હોય છે..