37.6 C
Gujarat
Tuesday, July 14, 2026
Home ક્રાઇમ અરવલ્લી : શામળાજી પોલીસે બે કારમાંથી 1.22 લાખનો અને LCBએ બોલુન્દ્રા નજીક...

અરવલ્લી : શામળાજી પોલીસે બે કારમાંથી 1.22 લાખનો અને LCBએ બોલુન્દ્રા નજીક એક્ટિવામાંથી 72 હજારનો દારૂ ઝડપ્યો

0
88

અરવલ્લી જીલ્લા SP શૈફાલી બારવાલના માર્ગદર્શન હેઠળ પોલીસતંત્ર વિદેશી દારૂની હેરાફેરી અને વેપલાને અટકાવવા સતત દોડાદોડી કરી રહી છે પોલીસે 31 ડિસેમ્બર સપ્તાહમાં મોટી માત્રામાં વિદેશી દારૂ ઝડપી લેતા તેમજ આંતરરાજ્ય સરહદો પર વાહનોનું સઘન ચેકિંગ હાથધરતા બુટલેગરોએ થોડા દિવસો વિરામ લીધા બાદ ફરીથી રાજસ્થાન અને મહિસાગર જીલ્લામાંથી વિદેશી દારૂ ઘુસાડવા મરણિયા બન્યા હોય તેમ નિતનવા કીમિયા અપનાવી રહ્યા છે ત્યારે પોલીસે ત્રણ જુદા-જુદા વાહનોમાં દારૂની ખેપ નિષ્ફળ બનાવી હતી

શામળાજી પોલીસે અંતરિયાળ વિસ્તારોમાં પેટ્રોલિંગ હાથધરી પહાડીયા ગામ નજીક વિદેશી દારૂ ભરી પસાર થતી ઇનોવા ગાડી અટકાવી ગાડીમાં ભરેલ વિદેશી દારૂની બોટલ-ટીન નંગ-216 કિં.રૂ.1.03 લાખ સહિત 11.03 લાખથી વધુનો મુદ્દામાલ સાથે અંકિત ચંદ્રકાંત પટેલ (રહે,ચંદ્રલોક સોસાયટી,રાણીપ)ને દબોચી લીધો હતો તેમજ રતનપુર ચેકપોસ્ટ નજીકથી 18 હજારથી વધુના વિદેશી દારૂની હોન્ડા સિટી કારમાં ખેપ મારતા રૂપા ફતા કલાસવા( રહે,કાકરાડુંગરા-ઉદેપુર)ને ઝડપી પાડી 2.20 લખાનો મુદ્દામાલ જપ્ત કરી બંને બુટલેગરો સામે પ્રોહિબિશન એક્ટ હેઠળ ગુન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથધરી હતી

અરવલ્લી જીલ્લા LCB પોલીસે ટીંટોઈ પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલીંગ હાથધરતા છારા નગર નજીક એક્ટિવા પર દારૂની હેરાફેરી કરનાર બુટલેગરો પોલીસ જોઈ વાંઘા નજીક એક્ટિવા મૂકી હવામાં ઓગળી જતા પોલીસે એક્ટિવા માંથી 46 લાખના વિદેશી દારૂ સહિત 76 હજારથી વધુનો મુદ્દામાલ જપ્ત કરી ફરાર બંને બુટલેગરોને ઝડપી પાડવા ચક્રો ગતિમાન કર્યા હતા

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

error: Content is protected !!