રાજ્ય સહિત અરવલ્લી જીલ્લામાં પ્રતિબંધ છતાં ચાઇનીઝ દોરી વેચાઈ રહી છે ચાઇનીઝ દોરી જીવલેણ બની રહી હોવા છતાં પતંગ રસિયાઓ મોજશોખ માટે લોકોના જીવ જોખમમાં મૂકી રહ્યા છે અરવલ્લી જીલ્લા પોલીસ બાતમીના આધારે ચાઈનીઝ દોરીનું વેચાણ કરનાર મોતના સોદાગરોને દબોચી રહી હોવા છતાં રૂપિયા કમામમાં ચાઇનીઝ દોરીનો વેપલો છાનેછૂપને ચલાવી રહ્યા છે
ઉત્તરાયણ નજીક આવી રહી છે, ત્યારે પતંગ ચગાવવાનો માહોલ બની રહ્યો છે. ગુજરાતમાં ચાઇનીઝ દોરી પર પ્રતિબંધ છે પરંતુ ગેરકાયદેસર રીતે આ ઘાતક દોરીનું વેચાણ થઈ રહ્યું છે અને લોકો તેનાથી પતંગ પણ ચગાવે છે. ચાઇનીઝ દોરીને કારણે રાજ્યમાં મોતની ઘટનાઓ બની રહી છે પરંતુ તેનું વેચાણ હજુ યથાવત જોવા મળી રહ્યું છે અરવલ્લી જીલ્લાના ભિલોડા તાલુકાના લીલછા ગામનો પાર્થ જેઠાભાઈ ચેનવા નામનો યુવક બાઇક લઈને કામકાજ અર્થે પસાર થઈ રહ્યો હતો ત્યારે ચાઇનીઝ જીવલેણ દોરીને કારણે એક યુવકનું ગળું કપાઈ જતા લોહીના ખાબોચિયા ભરાઈ ગયા હતા ઇજાગ્રસ્ત યુવકને તાબડતોડ સારવાર અર્થે ખાસ તબીબે ગળાના ભાગે 5 ટાંક લઈને બચાવી લીધો હતો