ચીનમાં શ્વાસની બીમારીઓ સતત વધવાના મામલે ભારતની ચિંતા વધારી દીધી છે. કોરોના બાદ ચીનમાં પેદા થયેલી આ બીમારી પર હવે ભારત પહેલાં કરતાં વધારે સતર્ક છે. ભારતે WHO થી ચીનની સ્થિતિ વિશે સમયાંતરે જાણકારી શેર કરવા વિશે કહેવામાં આવ્યું છે. સ્વાસ્થ્ય મંત્રાલય અનુસાર, શનિવારે સ્વાસ્થ્ય સેવાઓા ડીજીની અધ્યક્ષતામાં એક જોઇન્ટ મોનિટરિંગ ગ્રુપની બેઠક કરવામાં આવી હતી. જેમાં ચીનની લેટેસ્ટ સ્થિતિને સમજવા અને તેની સામે તૈયારીની જરૂર પર ચર્ચા કરવામાં આવી.
નિષ્ણાંતોની બેઠક
આ મિટિંગમાં વિશ્વ સ્વાસ્થ્ય સંગઠન, ડિઝાસ્ટર મેનેજમેન્ટ સેલ, ઇન્ટીગ્રેટેડ ડિઝિઝ સર્વિલન્સ પ્રોગ્રામ, નેશનલ સેન્ટર ફોર ડિઝિઝ કંટ્રોલ, ઇન્ડિયન કાઉન્સિલ ઑફ મેડિકલ રિસર્ચ અને એમ્સ સહિત અનેક હોસ્પિટલના એક્સપર્ટ સામેલ હતાં. નિષ્ણાંતોએ આ વિશે સમંતિ આપી કે, હાજર ફ્લૂની સિઝનને જોતા શ્વાસ સંબંધિત બીમારીના કેસ વધવા સામાન્ય નથી. રિપોર્ટમાં કહેવામાં આવ્યું કે, તેના કારણે ઇન્ફ્લુએન્ઝા વાઈરસ, આરએસવી અને એતએમપીવી થઈ શકે છે. જે આ સિઝનમાં ખૂબ જ ઝડપથી ફેલાય છે.
ચીનની સ્થિતિ પર સરકારની નજર
સ્વાસ્થ્ય મંત્રાલયે કહ્યું કે, ભારત સહિત આખી દુનિયામાં આ વખતે આવા વાયરલ સંક્રમણ ફેલાઈ રહ્યા છે. સ્વાસ્થ્ય મંત્રાલયે કહ્યું કે, સરકાર તમામ માધ્યમોથી સ્થિતિ પર નજર રાખી રહ્યું છે અને WHO ને ચીનની સ્થિતિ પર સમયાંતરે જાણકારી શેર કરવાનું કહેવામાં આવ્યું છે.
જણાવી દઈએ કે, હાલમાં જ સોશિયલ મીડિયા પર ચીનની હોસ્પિટલના ઘણાં વીડિયો સામે આવ્યા હતાં, જેમાં દર્દીઓની લાંબી લાઇન જોવા મળી હતી. જેમાં દાવો કરવામાં આવ્યો હતો કે, આ સ્થિતિ ચીનમાં એચએમપીવી દ્વારા સંક્રમણ ફેલાવવાના કારણે પેદા થઈ છે.
સ્વાસ્થ્ય સેવાઓના ડીજી અતુલ ગોયલે કહ્યું કે, ચીનમાં એચએમપીવીના અચાનક ફેલાવવાથી હોસ્પિટલમાં દર્દીઓની સંખ્યા વધી છે. આવા કેસને ગંભીર જણાવવામાં આવી રહ્યા છે. એચએમપીવી એક સામાન્ય શ્વસન સંબંધિત વાઈરસ છે. જેનાથી શરદી જેવી સમસ્યા થાય છે. બાળકો અને વડીલોમાં વિશેષ રૂપે આ ફ્લૂ જેવા લક્ષણ જોઈ શકાય છે. પરંતુ, આ સ્થિતિ ગંભીર નથી અને હજુસુધી ચિંતાજનક કોઈ વાત સામે આવી નથી. આવી સ્થિતિનો સામાનો કરવા આપણી હોસ્પિટલ સંપૂર્ણ સજ્જ છે. અમારી પાસે પર્યાપ્ત માત્રામાં બેડ અને ઓક્સિજન સપ્લાઈ છે. હાલ, દેશમાં સ્વાસ્થ્ય સંબંધિત સંક્રમણના મામલે કોઈ ખાસ વધારોન નથી નોંધાયો.
કોવિડ જેમ ફેલાય છે આ વાઈરસ
આ વાઈરસ પણ કોવિડ-19 અને બીજા શ્વસન સંબંધિત વાઈરસ જેમ જ છીંક ખાવાથી, ખાંસી ખાવાથી, સંક્રમિત લોકોની નજીક આવવાથી ફેલાય છે. તાવ, શ્વાસ ફૂલવો, નાક બંધ થવા, ખાંસ, ગળામાં ખરાશ અને માથાનો દુખાવો તેના સામાન્ય લક્ષણો છે. જોકે, તબીબોનું કહેવું છે કે, આ સંક્રમણના કારણે અમુક દર્દીને બ્રાંકાઇટિસ અને નિમોનિયા થઈ શકે છે. એચએમપીવી સામે કોઈ રસી અથવા પ્રભાવી દવા પણ નથી. તેની સારવાર ફક્ત લક્ષણોને ધ્યાનથી મેનેજ કરવું છે.