24 C
Ahmedabad
Tuesday, January 21, 2025

અરવલ્લી LCB એ ધનસુરા પોલિસની નાક નીચેથી પોલિસકર્મીના ઘરેથી વિદેશી દારૂનો જથ્થો પાડ્યો, બુટલેગર ફરાર


અરવલ્લી લોકલ ક્રાઈમ બ્રાન્ચે રહિયોલ ગામે પોલિસ કર્મચારી વિજય પરમાર ના ઘરેથી દારૂ પકડ્યો
ધનસુરા પોલિસ અને ડી સ્ટાફ ની ટીમને ખ્યાલ ન હોય તેવી વાત કોઈના ગળે નથી ઉતરી
બીટ જમાદાર અને ધનુસરા D સ્ટાફની કામગીરી પર હવે સવાલો
આટલી મોટી માત્રામાં રહિયોલ ગામે દારૂનો જથ્થો હોય, અને ધનસુરા પોલિસને ગંધ કેમ ન આવી
હવે તો પોલિસ જ પોલિસ કર્મચારીને બુટલેગર બનાવે છે કે શું ?
કોના આશીર્વાદથી ચાલતો હતો આટલો મોટો કારોબાર ?
દારૂનો જથ્થો કોના આશીર્વાદથી લવાયો હતો અને કોને મોકલવાનો હતો તે સવાલ

અરવલ્લી જિલ્લામાં દારૂબંધીની કડક અમલવારી થતી હોય તેવું સ્પષ્ટ લાગે છે. છેલ્લા ઘણાં સમયથી વિવિધ વિસ્તારોમાંથી દારૂની હેરાફેરી પર પોલિસ સતત કાર્યવાહી કરી રહી છે અને બુટલેગરોના મનસુબા પર જાણે પાણી ફેરવી દેતી હોય તેવો ઘાટ ઘડોય છે. રાજ્યના વિવિધ વિસ્તારોમાં હવે કેટલાક પોલિસ કર્મચારીઓ પણ બુટલેગરની ભૂમિકા ભજવતા હોય છે, જોકે નિષ્ઠાવાન પોલિસ આવા બુટલેગરોનો પર્દાફાશ થતો હોય છે. આવી જ એક ઘટના અરવલ્લી જિલ્લામાં સામે આવી છે, જ્યાં બુટલેગર પોલિસ કર્મચારીના ઘરેથી અરવલ્લી જિલ્લા લોકલ ક્રાઈમ બ્રાન્ચની ટીમે વિદેશી દારૂનો જથ્થો પકડી પાડ્યો છે.

Advertisement

અરવલ્લી જિલ્લા પોલિસ વડા શૈફાલી બારવાલ ના માર્ગદર્શન હેઠળ પોલિસ નશીલા માદક દ્રવ્યોની હેરાફેરી પર સતત કાર્યવાહી કરી રહી છે. આ વચ્ચે અરવલ્લી જિલ્લા લોકલ ક્રાઈમ બ્રાન્ચની ટીમને મોટી સફળતા મળી છે. અરવલ્લી જિલ્લા લોકલ ક્રાઈમ બ્રાન્ચના પી.આઈ. એચ.પી.ગરાસીયા ની સૂચનાથી પી.એસ.આઈ. વી.જે.તોમર તેમજ ટીમ ધનસુરા પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતા ત્યારે રહીયોલ ફાટક પાસે જતાં બાતમીદારથી ચોક્કસ બાતમી મળી હતી કે, રહીયોલ મુકામે રહેતો, વિજયકુમાર છનાભાઈ પરમાર પોતાના કબજા ભોગવટાના રહેણાંક મકાનમાં ભારતીય બનાવટનો ગેરકાયદેસર વિદેશી દારૂનો જથ્થો સંતાડી રાખ્યો છે. ચોક્કસ બાતમીના આધારે અરવલ્લી જિલ્લા લોકલ ક્રાઈમ બ્રાન્ચની ટીમે વિજયકુમાર છનાભાઈ પરમારના રહેણાંક ઘરે જઈ, આસપાસના વિસ્તારમાં તપાસ કરતા, કોઈ મળી આવ્યું નહોતું. પોલિસે ઘરના રસોડામાં ભોયતળીયે જુદી જુદી બ્રાન્ડની ભારતીય બનાવટની વિદેશી દારૂ તથા બીયરની પેટીઓ તથા છુટી બોટલો અને ટીન મળી આવ્યા હતા. પોલિસે વિદેશી દારૂનો જથ્થો તપાસ કરતા જુદી જુદી બ્રાન્ડની આખી પેટી નંગ- 22, કુલ બોટલ/ટીન નંગ-912 તથા છુટી બોટલ/ટીન નંગ-157 મળી કુલ બોટલો/ ટીન નંગ-1069 બોટલ મળી હતી. પોલિસે કુલ કિ.રૂ.1,76,680/- રૂપિયાનો વિદેશી દારૂનો જથ્થો, બુટલેગર પોલિસ કર્મચારી વિજયકુમાર છનાભાઇ પરમાર રહે.રહીયોલ તા.ધનસુરા જી.અરવલ્લી ઘરે રેડ પાડી, ધનસુરુ પોલિસની નાચ નીચેથી પકડી પાડ્યો હતો.

Advertisement

પહેલા અરવલ્લી જિલ્લા માં ફરજ બાતવજો વિજય છનાભાઈ પરમારને પોલિસે દારૂ મામલે કાર્યવાહી કરતા, ડિસ્ટ્રિક્ટ આઉટ માં પોરબંદર ધકેલી દેવાયો હતો. હાલ પોલિસ કર્મી પોરબંદર ખાતે ફરજ બજાવતો હોવાની પોલિસ સુત્રો તરફથી વિગતો મળી હતી, તેમજ છતાં ધનસુરા પોલિસ અને ધનસુરા ડી સ્ટાફની મીઠી નજર હેઠળ આવો કારોબાર કરતા અરવલ્લી જિલ્લા લોકલ ક્રાઈમ બ્રાન્ચે વિદેશી દારૂનો જથ્થો પકડી પાડતા, સ્થાનિક પોલિસ પર સવાલો ઉઠી રહ્યા છે.

Advertisement
Advertisement

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

વૉટ્સ એપ ચેનલમાં જોડાવા ક્લિક કરો
- Advertisement -
- Advertisement -

વિડીયો

- Advertisement -
error: Content is protected !!