અરવલ્લી જિલ્લાના મોડાસા ખાતે આવેલી પ્રાર્થના સ્કૂલમાં વિદ્યાર્થીઓએ તૈયાર કરેલા પ્રોજેક્ટ એક્ઝિબિશન.યોજાઈ ગયું,,, રાજ્ય કક્ષાના અન્ન અને નાગરિક પુરવઠા મંત્રી ભિખુસિંહ પરમાર અને જિલ્લા કલેક્ટર પ્રશસ્તિ પારિકના હસ્તે ખુલ્લો મુકવામાં આવ્યો હતો… પ્રાર્થના સ્કૂલના વિદ્યાર્થીઓ એ અવનવા આર્ટિફિશિયલ ઇંટેલિજન્સ પ્રોજેક્ટ તૈયાર કર્યા, ધોરણ 1 થી 8 ના વિદ્યાર્થીઓએ 250 જેટલા અલગ-અલગ પ્રોજેક્ટ બનાવતા, મોટી સંખ્યામાં વાલીઓ તેમજ વિદ્યાર્થીઓ જોડાયા હતા… તૈયાર થયેલા 250 પ્રોજેક્ટ પૈકી 100 જેટલા પ્રોજેક્ટ માત્ર AI આધારિત હતા.. વિદ્યાર્થીઓ દ્વારા તૈયાર કરાયેલા એઆઈ આધારિક પ્રોજેક્ટ ભવિષ્યમાં લોકો માટે ઉપયોગી પ્રોજેક્ટ હતા,, જેમાંથી એક પ્રોજેક્ટ મોરબી જેવી દુર્ઘટનાને કેવી રીતે અટકાવી શકાય, તેના પર આધારિત હતો,, જ્યારે કોઈ બ્રિજ પર નિયત સંખ્યા કરતા વધારે લોકો પહોંચી જાય, ત્યારે ચેતવણી આપે, તેવા પ્રોજેક્ટનો પણ સમાવેશ થયો હતો.
મોડાસા પ્રાર્થના સ્કૂલ ખાતે યોજાયેલા કાર્યક્રમમાં, જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી, શિક્ષણવિભાગના અધિકારી, શાળાના શિક્ષકો, તેમજ મોટી સંખ્યામાં વાલીઓ ઉપસ્થિત રહ્યા હતા.