30 C
Ahmedabad
Sunday, February 16, 2025

કચ્છ : હરામીનાળા પાસેથી ઘૂસણખોરી કરતાં પાકિસ્તાની નાગરિક ઝડપાયો, તપાસ શરૂ


કચ્છના હરામીનાળા પાસે પેટ્રોલિંગ દરમિયાન ફરી એક વખત પાકિસ્તાની નાગરિક ઝડપાયો છે. સીમા સુરક્ષા દળ (બીએસએફ)ના જવાનોએ બોર્ડર નજીકથી એક પાકિસ્તાની નાગરિકને ઝડપી પાડયો હતો. પ્રાથમિક તપાસ દરમિયાન આ પાકિસ્તાની ભારતમાં ઘૂસણખોરીનો પ્રયાસ કરી રહ્યો હોવાનું સામે છે. હાલમાં બીએસએફના જવાનોએ પૂછપરછ કરી વધુ તપાસ હાથ ધરી છે.

Advertisement

હાલમાં મળતી માહિતી અનુસાર બીએસએફના જવાનોએ ઘૂસણખોરીનો પ્રયાસ કરી રહેલા એક શખ્સને કચ્છના હરામીનાળા પાસેથી ઝડપી પાડ્યો હતો. તેનું નામ નામ બાબુ અલી છે અને તે પાકિસ્તાનના સિંધ પ્રાંતનો છે. બીએસએફના જવાનો રવિવારે પેટ્રોલિંગ કરી રહ્યા હતા તે દરમિયાન બાબુ અલી નામનો વ્યક્તિ ભારતમાં ઘૂસણખોરી કરતાં ઝડપાયો હતો. ત્યારબાદ બીએસએફના જવાનો પૂછપરછ કરી વધુ તપાસ હાથ ધરી હતી.

Advertisement

તાજેતરમાં કેન્દ્રીય ગૃહમંત્રી દ્વારા કોટેશ્વર ખાતે મુરિંગ પ્લેસ અને મહત્વની ચોકીઓના લોકાર્પણને પગલે સરહદી સુરક્ષામાં વાધારો થવાની સાથે સીમા સુરક્ષા દળની પાંખ સુવિાધાને લઈને વધુ મજબુત બની છે. આવા તબક્કે જ બાજ સાથે એક પાકિસ્તાની પકડાયાંના મુદ્દે સુરક્ષા એજન્સીઓ ઊંડાણભરી તપાસ કરી રહી છે.

Advertisement
Advertisement

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

વૉટ્સ એપ ચેનલમાં જોડાવા ક્લિક કરો
- Advertisement -
- Advertisement -

વિડીયો

- Advertisement -
error: Content is protected !!