બાળકો ને મોબાઈલ ની દુનિયામાં થી બહાર કાઢી રીયલ મેદાન પર તરફ પાછા લાવવા, તેમના માં પ્રતિસ્પર્ધા, હરિફાઇ અને ખેલદિલી ના ગુણ કેળવવા, બાળકો ને શારિરીક અને માનસીક રીતે મજબૂત કરવા દર વર્ષે યુવા સ્ટુડન્ટ ફેસ્ટિવલ નું આયોજન કરવા માં આવે છે, આ વર્ષે સતત ૫ મી વાર ખૂબજ સુચારુ અને આયોજનબધ્ધ રીતે યુવા ગ્રુપ દ્વારા આ યુવા ફેસ્ટિવલ નું આયોજન કરવામાં આવેલ હતુ
યુવા ગ્રુપ દ્વારા આયોજિત યુવા ફેસ્ટિવલ મા સતત 2 દિવસ સુધી 18 શાળાઓ ના 1870 વિદ્યાર્થીઓ એ ભાગ લીધો, ટોટલ 19 ઇન્ડોર & આઉટડોર અને ૮ ટીમ ગેમ દ્વારા સતત બે દિવસ મખદુમ હાઇસ્કુલ ના મેદાન માં ખુબજ ઉમંગ ઉત્સાહ અને ઉલ્લાસ નું વાતાવરણ છવાયેલું હતું, બાળકો માટે પોતાની રમતો અને કૌશલ્યો બતાવવાનો આ એક ઉમદા કાર્યક્રમ હતો. ટીમ ગેમ દ્વારા પણ બાળકોને એકતા એક બીજાં નાં ઉપર વિશ્વાસ કેળવવા નો પાઠ શીખવા મળ્યો.
2 દિવસ નાં અંતે ઈનામ વિતરણ કાર્યક્રમ યોજાયો જેમાં જીત પ્રાપ્ત કરનાર વિદ્યાર્થીઓને શહેરનાં નામાંકિત અગ્રણીઓ દ્વારા મેડલ, ટ્રોફી, સર્ટિફિકેટ અને કપ આપવામાં આવ્યા. વિદ્યાર્થીઓમાં એક નવી ઉર્જાનો સંચાર થયો અને તેમને પોતાની ક્ષમતાઓ જાણવા મળી તેમજ હજુ વધારે ક્ષમતાઓ કેવી રીતે ખીલવી શકાય તે અંગે તેમને સબક શીખવા મળ્યા
સુંદર આયોજન સમર્પિત સ્વયંસેવકો વગર શક્ય હોતું નથી.
યુવા ચેરીટેબલ ટ્રસ્ટના બધા જ સભ્યોએ ખૂબ જ ઉત્સાહથી પોતાની જવાબદારીઓ નિભાવી અને આયોજનને સફળ બનાવ્યું.