અરવલ્લી જિલ્લામાં ઉત્તરાયણના પર્વની ધામધૂમ પર્વક ઉજવણી કરવામાં આવી રહી છે ત્યારે રાજયકક્ષાના મંત્રી ભીખુસિંહ પરમારે પતંગ ચગાવ્યો હતો.. મોડાસા શહેર ભાજપના હોદ્દેદારો સાથે મંત્રીએ ઉત્તરાયણના પર્વની ઉજવણી કરી હતી.. મંત્રી જલારામ સોસાયટી ખાતે ભાજપના કાર્યકરના ઘરે પહોંચ્યા હતા, જ્યાં સ્થાનિકો સાથે મુલાકાત કરી હતી, ત્યારબાદ પતંગ ચગાવ્યો હતો.. ભીખુસિંહ પરમારે પતંગ ચગાવતા બાળપણના સ્મરણો યાદ કર્યા હતા. તેમણે જણાવ્યું કે, કોઈનો પતંગ કાપવો નહીં એ મારો સ્વભાવ છે… તમામનો પતંગ આકાશમાં રહે તેવી તેમણે ઉચ્છા વ્યક્ત કરી હતી.
હાલ રાજ્યમાં મંત્રીમંડળમાં બદલાવની વાતો ચાલી રહી છે, આ વચ્ચે મંત્રી મંડળના બદલાવની અટકળો પર તેમણે કહ્યું કે, હાલ તેવી કોઈ ચર્ચા નથી. ભાજપમાં હાલ પ્રમુખ પદના હોદ્દેદારોની વરણી કરવામાં આવી રહી છે,, ત્યારે ઘણાં સમયથી મંત્રીમંડળના બદલાવની વોતો, તેજ થઈ છે,, ઘણાં વર્ષો પછી, અરવલ્લી જિલ્લાને મંત્રી મળ્યા હતા,, હવે નવું શું થાય છે, તેની ચર્ચાઓ ચાલી રહી છે.