અરવલ્લી જિલ્લા પોલિસના લોક દરબારમાં મેઘરજની ચિંતા કરતો મુદ્દો ચર્ચાયો હતો, પણ….
જાગૃત નાગરિકે રેંજ આઈ.જી.ને કહ્યું હતુ કે, “મેઘરજમાં સ્થિતિ પર કંટ્રોલ લાવ્યો”
રેંજ.આઈ.એ. મેઘરજ પી.આઈ.ને આ બાબતે કરી હતી ટકોર
…છતાં, મેઘરજમાં સતત અસામાજિક તત્વો બેફામ બની રહ્યા હોવાના પુરાવા
ઉત્તરાયણના દિવસે હાથમાં ફિરકી અને પતંગ હોવો જોઈએ, તેના બદલે, મેઘરજમાં કેટલાક શખ્સો, હાથમાં બેટ લઇને ઉત્તરાયણનો તહેવાર મનાવ્યો હતો. અરવલ્લી જિલ્લામાં કાયદો વ્યવસ્થા કથળી કે સુધરી, તે વાયરલ વીડિયો પરથી કહી શકાય છે. મેઘરજ ના પંચાલ પર ઉત્તરાયણના દિવસે એક બબાલ થઈ હતી, જેનો વીડિયો વાયરલ થયો છે. કોઈ અગમ્ય કારણોસર કેટલાક અસામાજિક તત્વોએ આતંક મચાવ્યો હતો, જેને લઇને લોકોના ટોળેટોળા એકઠા થઈ ગયા હતા. અસામાજિક તત્વોએ હાથમાં બેટ લઇને સમગ્ર વિસ્તારને બાનમાં લીધો હતો. આ બબાલ કયા કારણોસર થઈ, તે અંગે ચોક્કસ કારણ જાણી શકાયું નથી.
થોડા દિવસ પહેલા, રેંજ.આઈ.જી. વિરેદ્નસિંહ યાદવની અધ્યક્ષતામાં લોક દરબાર યોજાયો હતો, જેમાં મેઘરજમાં કાયદો વ્યવસ્થાની સ્થિતિ કથળી હોવાનો મુદ્દો ચર્ચાયો હતો. રેજ.આઈ.જીએ આગેવાનની વાતને ગંભીરતાથી લીધી હતી, અને મેઘરજ પીઆઈ ને જાહેરમાં ટકોર કરી હતી,, રેંજ.આઈ.જી. એ કહ્યુ હતું કે, નાનો વિસ્તાર છે,, અને આવા અસામાજિક તત્વો વધુમાં વધુ 10 થી 15 હોઈ શકે, તેનાથી વધારે નહીં. આવા તત્વોને અઠવાડિયામાં એકવાર બોલાવીને ઓળખ પરેડ કરાવવી જોઈએ, જેથી તેઓની લુખ્ખાગિરી ઉતરી જાય,,, પણ આવું મેઘરજ પીઆઈએ કેટલીવાર કર્યું ? પોલિસ ચોપડે નોંધાયેલા કેટલા શખ્સોને બોલાવ્યા,,,? રેંજઆઈજીની વાતને ગંભીરતા કેમ લીધી કે ન લીધી,, ? રેંજ આઈજી ની વાત સાંભળી હોય અને આવા તત્વોને પોલિસ સ્ટેશને બોલાવ્યા હોય તો આવું કેમ થયું તે પણ સવાલ ઉઠી રહ્યા છે.