14 આરોપીઓ હજુ ફરારઃપોલીસ પકડથી દુર
ઈજાગ્રસ્ત સાત-આઠ લોકો જીતપુર સામુહિક આરોગ્ય કેન્દ્રમાં સારવાર અર્થે આવ્યા તો ત્યાં પણ સામા પક્ષે હુમલો કરી આતંક મચાવ્યો
ઈકો, કાર જેવા વાહનો લઈને મોટા સમુહમાં આવેલા લોકોએ આક્રોશમાં આવી સામુહીક આરોગ્ય કેન્દ્રની દિવાલ પણ કાર અથડાવી તોડી
બાયડ તાલુકાના આંબલીયારા પોલીસ મથક વિસ્તારમાં જીતપુર નજીક આવેલા પાલડી ગામે અંગત અદાવતમાં એક જ સમાજના બે જૂથો વચ્ચે ધીંગાણું સર્જાતાં ગડદાપાટુનો માર મારી ઘાયલ કરી મુકતાં સાત થી આઠ વ્યક્તિને સારવાર અર્થે જીતપુર સામૂહિક આરોગ્ય કેન્દ્ર ખાતે લવાયા હતા જ્યાં પણ આક્રોશમાં આવેલા સામા જૂથના લોકોએ ઇકો, વેગનઆર કાર જેવા વાહનોમાં આવી જુતપુર આરોગ્ય કેન્દ્રમાં પણ હુમલો કરી ભયનું વાતાવરણ સર્જી દીધું હતું. આક્રોશમાં આવેલા હુમલાખોરોએ સામૂહિક આરોગ્ય કેન્દ્રની દિવાલ પણ કાર અથડાવી તોડી નાખી સરકારી મિલ્કતને પણ નુકસાન પહોંચાડ્યું હતું.
વધુ પ્રાપ્ત વિગતો મુજબ બાયડ તાલુકાના જીતપુર નજીક આવેલા પાલડી ગામે કોઈ અંગત અદાવતથી એક જ સમાજના બે જૂથો વચ્ચે મારામારીની ઘટના બનવા પામી હતી મારામારીની ઘટનામાં ઈજાગ્રસ્ત સાત થી આઠ વ્યક્તિઓને સારવાર અર્થે જીતપુર સામૂહિક આરોગ્ય કેન્દ્ર પર લાવવામાં આવ્યા હતા જ્યાં પણ સામા જૂથના લોકોએ વાહનોમાં આવી આક્રોશમાં આવી હુમલો કરી દીધો હતો અને આક્રોશમાં આવી કાર અથડાવી જીતપુર સામૂહિક આરોગ્ય કેન્દ્રની દિવાલ પણ તોડી નાખી હતી આંબલીયારા પોલીસને ઘટનાની જાણ થતાં આંબલીયારા પોલીસ મથકના પોલીસ ઇન્સ્પેક્ટર એચ ડી સેલાર તેમની પોલીસ કુમક સાથે ઘટના સ્થળે પહોંચી ગયા હતા ત્યાં ગયા પછી તેમને પરિસ્થિતિ કાબુ બહાર લાગતાં બાયડ પોલીસ મથકેથી પણ વધુ પોલીસ કુમક બોલાવવામાં આવી હતી
પાલડીના બંને જૂથોના ફરિયાદીઓએ સામસામે ફરિયાદ નોંધાવતાં આંબલીયારા પોલીસે કુલ 28 લોકો સામે ગુનો નોંધી વધુ કાર્યવાહી હાથ ધરી છે.