38 C
Gujarat
Sunday, July 12, 2026
Home ગુજરાત અરવલ્લી : અણસોલ પ્રાથમિક શાળા નાં શિક્ષક ને ચિત્રકૂટ એવોર્ડ થી સન્માનિત

અરવલ્લી : અણસોલ પ્રાથમિક શાળા નાં શિક્ષક ને ચિત્રકૂટ એવોર્ડ થી સન્માનિત

0
156

સંત શ્રી મોરારી બાપુ નાં હસ્તે રોકડ રકમ શાલ તથા સૂત્રમાલા ધ્વારા સન્માનિત કરવામાં આવ્યા

અરવલ્લી જિલ્લામાંથી ભિલોડા તાલુકાની અણસોલ પ્રાથમિક શાળા ના પ્રતિભા ધરાવતા શિક્ષક પ્રકાશભાઈ રેવાભાઈ તરાલની ચિત્રકૂટ એવોર્ડ માટે પસંદગી કરવામાં આવી હતી. 26 વર્ષની શૈક્ષણિક કારકિર્દી દરમિયાન કચ્છ જિલ્લામાંજિલ્લાનો શ્રેષ્ઠ શિક્ષક નો એવોર્ડ.ગુરુ ગૌરવ એવોર્ડ. રાજ્યનો બાળગીત એવોર્ડ. ઇનોવેટીવ ટીચર સહિત ના અનેક સન્માન મેળવી ચુક્યા છે. તેમના સન્માન વેરાયે ભિલોડાના શિક્ષક સંઘના પ્રમુખ પ્રવીણભાઈ પટેલ તેમજ પૂર્વ પ્રમુખ જગદીશભાઈ ખરાડી તલગાજરડા ખાતે ખાસ ઉપસ્થિત રહી ઉત્સાહ વધાર્યો હતો. અરવલ્લી જિલ્લાના શિક્ષક સંઘના પ્રમુખ અનિલભાઈ પટેલ અને મંત્રી આશિષભાઇ પટેલ અભિનંદન પાઠવ્યા હતા.

” રાજ્યના પ્રાથમિક શિક્ષણ ક્ષેત્રે પ્રતિષ્ઠિત ગણાતા ચિત્રકૂટ એવોર્ડ સમારોહમાં પ્રાથમિક ઉદબોધન કરતા મોરારીબાપુ એ ચાર પુરુષાર્થ ઉપરાંત સ્વાધ્યાય. અધ્યયન અને અધ્યાપન શિક્ષકના ત્રણ ધર્મ ગણાવી એવોર્ડ વિજેતા અરવલ્લી જિલ્લાના ભિલોડાના શિક્ષક સહિત 35 શ્રેષ્ઠ શિક્ષકોને સન્માનિત કરી અભિનંદન આપતાં પાયાના શિક્ષણના સાચા શિલ્પી ગણાવ્યા હતા.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

error: Content is protected !!