અરવલ્લી જિલ્લા સાયબર ક્રાઈમની ટીમને મળી મોટી સફળતા, સાયબર ગઠિયાને ઝડપી પાડ્યો
ઈંટરનેશનલ સાયબર ફ્રોડ ટીમનો સભ્યો પોલિસ સકંજામાં આવ્યો
ઝડપાયેલ ઠગ તબીબો યુ.એ.ઈ. ખાતે પ્રેક્ટિસ કરવા લાયસન્સ આપવાની કરતો હતો વાત
મોડાસા ના તબીબ સાથે છેતરપિમડી કરતા સાયબર ક્રાઈમની ટીમે કરી હતી તપાસ
રાજ્યમાં ઓનલાઈન ફ્રોડના કિસ્સાઓ સતત સામે આવતા હોય છે, જોકે કેટલાક કિસ્સાઓમાં પોલિસ આરોપીઓ સુધી પહોંચી જતી હોય છે, આવી ઘટનાઓને અટકવવા અથવા તો તેનાથી બચવા માત્ર ને માત્ર સતર્કતા જ છે. આવી જ એક ઓનલાઈન ફ્રોડની ઘટના અરવલ્લી જિલ્લાના મોડાસામાં બની હતી, જોકે પોલિસ આરોપી સુધી પહોંચી અને ગઠિયાને ઝડપી પાડ્યો હતો. યુ.એ.ઈ. ખાતે મેડિકલ પ્રેક્ટિસ કરવા લાઈસન્સ આપવાની લોભામણી જાહેરાત આપી, લોકો સાથે છેતરપિંડી કરનાર ઈસમને અરવલ્લી જિલ્લા સાયબર ક્રાઈમની ટીમે ઝડપી પાડ્યો છે.
અરવલ્લી જિલ્લા પોલિસ વડા શૈફાલી બારવાલની સૂચનાથી સાયબર ક્રાઈમની ટીમ ફ્રોડ કરનાર શખ્સોને ઝડપી પાડવાની દિશામાં કામગીરી કરતી હતી, ત્યારે થોડા સમય પહેલા મોડાસા ટાઉન પોલિસ મથકે, ફરિયાદીએ છેતરપિંડીની ફરિયાદ નોંધાવી હતી. મોડાસા સાર્વજનીક હોસ્પીટલ ખાતે ડોક્ટર તરીકે સેવા આપતા ડો. પ્રિતમ ભરતભાઇ મહેશ્વરી ના ફેસબુક પર કોઈએ લોભામણી જાહેરાત મુકી હતી, જેમાં યુ.એ.ઈ. ખાતે મેડીકલ પ્રેકટીસનું સર્ટી મેળવવા નો ઉલ્લેખ કરાયો હતો. તબીબ લોભામણી જાહેરાતમાં આવી જતાં, તેઓની સાથે રૂ.29,81,000/- નો સાયબર ક્રાઇમ ફ્રોડ થયો હતો. સમગ્ર મામલે અરવલ્લી જિલ્લા સાયબર કાઇમ પોલીસ ની ટીમે તપાસ હાથ ધરી હતી. સાયબર ક્રાઈમની ટીમે તપાસ કરતા, આરોપી સુધી પહોંચી હતી અને પોલિસે ગુનામાં સંડોલાયેલા જૈમીનગીરી સ/ઓ રાજેશગીરી પ્રેમગીરી ગૌસ્વામી, મુળ રહે. દિપાંજલી-૨ સોસાયટી, ટીંબાવાડી જુનાગઢ ને ઝડપી પાડ્યો હતો.