33.9 C
Gujarat
Sunday, July 12, 2026
Home ગુજરાત શ્રી ક્ષત્રિય દરબાર કેળવણી મંડળ દ્વારા શહેરા તાલૂકાના દલવાડા ગામે પ્રથમ વખત...

શ્રી ક્ષત્રિય દરબાર કેળવણી મંડળ દ્વારા શહેરા તાલૂકાના દલવાડા ગામે પ્રથમ વખત સમૂહ લગ્ન સમારોહ યોજાશે

0
129

શહેરા,

શ્રી ક્ષત્રિય દરબાર કેળવણી મંડળ દ્વારા આજે શહેરા તાલૂકાના દલવાડા ગામે પ્રથમ વખત સમૂહ લગ્ન સમારોહ યોજાશે.જેમા આઠ જેટલા નવદંપતિ પ્રભૂતામા પગલા પાડીને દાંમ્પત્ય જીવનની શરુઆત કરશે.આ કાર્યક્રમમા રાજકીય અગ્રણીઓ સહિત સંતો,મહંતો પણ ઉપસ્થિત રહીને આર્શિવાદ આપશે.સમૂહ લગ્નને લઇને આગેવાનો દ્વારા સમગ્ર તેયારીને આખરી ઓપ આપી દેવામા આવ્યો છે.

પંચમહાલ જીલ્લાના શહેરા તાલૂકાના દલવાડા ખાતે આવેલા ટીમ્બા પાટીયા પાસે આવતીકાલે શ્રી ક્ષત્રિય દરબાર કેળવણી મંડળ દ્વારા પ્રથમવાર સમૂહલગ્ન સમારોહ યોજાવા જઇ રહ્યો છે.સામાજીક પ્રસંગોમાં વર્ષોથી ચાલતા રીતરિવાજો અને વધતી જતી મોંઘવારી વચ્ચે આજના સમયમા લગ્નપ્રસંગને આયોજન કરવૂ સંતાનોના માતા-પિતાઓ માટે
ભારે ખર્ચ માગી લે છે. આ બધાની વચ્ચે સમૂહલગ્નનૂં આયોજન ખર્ચ બચાવે છે સાથે સામાજીક એકતાનૂ પણ ઉદાહરણ રૂપ બની રહે છે. આ પ્રસંગે શહેરાના ધારાસભ્ય જેઠાભાઈ ભરવાડ,છબનપૂર રામજી મંદિરના મહંત ઇન્દ્રજીતસિંહ મહારાજ, વિક્રમ દાસજી બાપૂ ઘોંઘબાવાળા સહિત સંતો મહંતો,તેમજ સમાજના અગ્રણીઓ ઉપસ્થિત રહેશે.તેમજ વરવધૂના શાસ્રોક્ત વિધિમુજબ લગ્ન કરાવાશે.તેમજ ઘરવખરીનો સામાન પણ ભેટ આપવામા આવશે. શ્રી ક્ષત્રિય દરબાર કેળવણી મંડળના પ્રમૂખ દિનેશ સિંહ પરમાર સહિત સભ્યો,આગેવાનો ભારે જહેમત ઉઠાવી છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

error: Content is protected !!