બોલિવૂડ અભિનેતા સૈફ અલી ખાન પર થયેલા હુમલા મામલે મુંબઈ પોલીસે મુખ્ય આરોપી હુમલાખોરને પકડી પાડ્યો છે. પોલીસે આરોપી વિજય દાસની ધરપકડ કરી લીધી છે. તેને બિજોય દાસ, મોહમ્મદ ઈલિયાસ જેવા નામે પણ ઓળખાય છે. થાણેમાં પકડાયેલો આ આરોપી પ.બંગાળનો વતની રહે છે જેને પોલીસે થાણેના હીરાનંદાણી એસ્ટેટની નજીક બનેલા લેબર કેમ્પ નજીક આવેલી ઝાડીઓમાંથી પકડી પાડ્યો હતો. આજે તેને કોર્ટમાં હાજર કરવામાં આવશે. જ્યાં રિમાંડની માગ કરાશે.
બારમાં હાઉસકીપિંગ કરતો હતો
માહિતી અનુસાર વિજય દાસ એ જ વ્યક્તિ છે જેણે 16 જાન્યુઆરીની રાતે ઘરમાં ઘૂસીને સૈફ પર ચપ્પાથી હુમલા કર્યા હતા. આરોપીની ઓળખ વિજય દાસ તરીકે થઇ છે. પકડાયા બાદ તેણે પોલીસ સામે સ્વીકાર્યું કે મેં જ સૈફ અને કરીનાના ઘરમાં ઘૂસીને હુમલો કર્યો હતો. મુંબઈ પોલીસે હાલ તેની ધરપકડ કરી છે. આરોપી થાણેના રિકી બારમાં હાઉસકીપિંગ વર્કર તરીકે કામ કરતો હતો.
કોણ છે વિજય દાસ?
મુખ્ય આરોપી વિજય દાસ એક પબમાં કામ કરે છે. તે પ.બંગાળનો રહેવાશી છે. પોલીસે દાવો કર્યો હતો કે તેના ઘણાં નામ છે. તેને વિજય દાસ, બિજોય દાસ કે મોહમ્મદ ઈલિયાસ તરીકે પણ ઓળખવામાં આવે છે. તેને કોર્ટમાં રજૂ કરવામાં આવશે અને તેના રિમાંડની માગ કરાશે. સૈફ અલી ખાન પર હુમલા બાદ આ વ્યક્તિને સીસીટીવી ફૂટેજમાંથી ઉતરતો જોઈ શકાય છે.