33.9 C
Gujarat
Sunday, July 12, 2026
Home HeadLines CID એ અરવલ્લી જિલ્લામાંથી એક શિક્ષકને ઉઠાવ્યો !!! BZ પોંઝી મામલે તપાસનો...

CID એ અરવલ્લી જિલ્લામાંથી એક શિક્ષકને ઉઠાવ્યો !!! BZ પોંઝી મામલે તપાસનો ધમધમાટ, હરપાલસિંહ ઝાલા અને અજયસિંહ પરમાર ક્યાં ?

0
178

R.K.Enterprise નો હરપાલસિંહ ઝાલા ને હરિસિદ્ધ ફાઈનાન્સિસ સર્વિસિસ નો CEO અજયસિંહ પરમાર CID ની નજરથી દૂર

રાજ્યમાં બીઝેડ પોંઝી સ્કીમનો પર્દાફાશ થયા પછી સતત સીઆઈડી ક્રાઈમ તપાસ કરી રહી છે. કેટલાય એજન્ટ અને શિક્ષકોના નામ સામે આવ્યા હતા, જોકે જેમ-જેમ સીઆઈડી તપાસ કરી રહી છે, તેમ-તેમ એકપછી એક લોકોને તપાસ અર્થે લઈ જઈ રહી છે. અરવલ્લી જિલ્લામાં ચાર જેટલા શંકાસ્પદ રીતે શિક્ષકોની બીઝેડમાં એજન્ટ તરીકે ની ભૂમિકા હોવાનો ઘટસ્ફોટ થયો હતો. સોશિયલ મીડિયા પર બીઝેડ દ્વારા આપવામાં આવેલી મોંઘીદાટ કાર સહિતના ફોટો વાયરલ પણ થયા હતા. સમગ્ર મામલે ઈસરી પંથકમાંથી વી.ડી. નામ કરીને એક શિક્ષકને પૂછપરછ માટે લઈ ગઈ હોવાની શિક્ષક બેડામાં ચર્ચાએ જોર પકડ્યું છે.

R.K.Enterprise નો હરપાલસિંહ ઝાલા અને હરિસિદ્ધ ફાઈનાન્સિસ સર્વિસિસ નો CEO અજયસિંહ પરમાર હજુ પોલિસ પકડથી દૂર

અરવલ્લી-સાબરકાંઠા સહિત ઉત્તર ગુજરાતમાં પોંઝી દુકાનો ચાલી રહી છે, જેની સામે સીઆઈડી દ્વારા સતત તપાસ અને દરોડા પાડવામાં આવી રહ્યા છે. પહેલા બીઝેડ અને ત્યારબાદ અરવલ્લી જિલ્લાના મોડાસા ખાતે ચાલતી ત્રણ પોંઝી દુકાન સંચાલકો અને કહેવાતા સીઈઓ સામે ફરિયાદ દાખલ કરવામાં આવી હતી. આ ફરિયાદમાં મોડાસા ખાતે કાર્યરત આર.કે.એન્ટરપ્રાઈઝ ના સીઈઓ હરપાલસિંહ ઝાલા, હરિસિદ્ધિ ફાઈનાન્સિયલ સર્વિસ ના સીઈઓ અજયસિંહ પરમાર સામે ગાંધીનગર સીઆઈડીએ ફરિયાદ દાખલ થઈ હતી.

ફરિયાદ થયાને આટલો સમય વીતિ જવા છતાં મળતિયાઓના આશીર્વાદથી હરપાલસિંહ ઝાલા અને અજયસિંહ પરમાર હજુ પોલિસ પકડથી દૂર છે. એટલું જ નહીં, કેટલાક છૂપા સીઈઓએની મીઠી નજર હેઠળ તેઓ હાલ ભૂગર્ભમાં ઉતરી ગયા હોવાની ચર્ચાઓએ જોર પકડ્યું છે. લોકોનું કરોડો રૂપિયાનું ઉઠામણું કરીને છેલ્લા ઘણાં સમયથી કહેવાતા બંન્ને સીઈઓ પોલિસને ચકમો આપી રહ્યા છે, ત્યારે પોલિસ પકડમાં ક્યારે આવશે, તેવા પણ સવાલો ઉઠી રહ્યા છે. આર.કે.એન્ટરપ્રાઈઝનો સીઈઓ અને હરિસિદ્ધિ ફાયનાન્સ સર્વિસિસ નો સીઈઓ ઝડપાયો, તો કેટલાય શિક્ષકો તેમજ અન્ય એજન્ટનો પર્દાફાશ થઈ શકે એમ છે. જોકે આ બંન્ને ઠગ ક્યાં છૂપાઈ ગયા છે, અને તેમને કોણ માહિતી પુરી પાડી રહ્યું છે, તે પણ એક સવાલ છે.

શું હતો મામલો અને કેમ ફરિયાદ દાખલ થઈ હતી?
ગાંધીનગર સીઆઈડીએ નોંધેલી ફરિયાદ મુજબ આર.કે.એન્ટરપ્રાઈઝ, હરિસિદ્ધિ ફાઈનાન્સિયલ સર્વિસિસ કે જેઓ અલગ અલગ સરનામા ખાતે ઓફિસો ખોલી અલગ નામની બીજી કંપનીઓ ખોલી તે કંપનીમાં એજન્ટ રાખી લોકોને રોકાણ કરાવી માસિક 5% થી 30% સુધીનું વ્યાજ બે વર્ષ માટે રોકાણ કરો તો વ્યાજ તમને આપશે અને તમે રોકાણ કરેલ નાણાનું કંપની તરફથી એક એગ્રીમેન્ટ આપવામાં આવશે. એટલું જ નહીં તમે તમારા હાથ નીચે કોઈ પણ રોકાણકાર પાસેથી રોકાણ કરાવશો તો તમને તેનું 1% કમિશન મળશે તથા તેના નીચે અન્ય કોઇ રોકાણ કરશે તો 0.2 % કમિશન મળશે. આવી માહિતી ગ્રાહકોને આપી કંપનીના સીઈઓ તેમજ એજન્ટ ગ્રાહકોને વિશ્વાસમાં લઇ ગ્રાહકો પાસે નાણાનું રોકાણ કરાવતા, અને નાણા પરત નહીં આપી અને લોભામણી લાલચો આપી આયોજનપુર્વકનુ કાવતરૂ રચી ભોગ બનનારાનાઓને આશરે 50 કરોડ જેટલું આર્થિક નુકસાન કરી નાણાંકિય છેતરપીંડી અને વિશ્વાસઘાત કરી આર્થિક નુકસાન કરી ગુન્હો કર્યો હતો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

error: Content is protected !!