ટીંટોઇ પોલીસ સ્ટેશન વિસ્તારના ચારણવાડા ગામની સીમમાં મરડીયા ચેકપોસ્ટ ખાતેથી પીકઅપ ડાલામાંથી પ્રોહિબિશનનો ગણનાપાત્ર કેશ શોધી કાઢતી ટીંટોઇ પોલીસ ટીમ
એ.આઇ.ચાવડા પોલીસ ઇન્સ્પેક્ટર ટીંટોઈ પો.સ્ટે. નાઓ પોલીસ સ્ટાફના માણસો સાથે નાઇટ રાઉન્ડ પેટ્રોલીંગમાં હતા તે દરમ્યાન બાતમી મળેલ કે શામળાજી તરફથી એક પીકઅપ વાહન ડાલામાં વિદેશી દારૂનો જથ્થો ભરી મોડાસા તરફ જનાર છે. જે બાતમી આધારે મરડીયા ચેક પોસ્ટ ખાતે વાહન ચેંકીંગ દરમ્યાન પીકઅપ ડાલુ નંબર- RJ.53 GA. 1490 માં ભારતીય બનાવટના વિદેશી દારૂની આખી પેટી નંગ -21 તથા વિદેશી દારૂની છુટી બોટલ નંગ -102 કુલ બોટલ નંગ- 354 જેની કુલ કિં.રૂ .2,50,842 / -નો પ્રોહી મુદ્દામાલ તથા ખાલી કેરેટ નંગ- 60 કિ.રૂ .120 / – તથા પીકઅપ ડાલામાંથી મળી આવેલ તથા મહિન્દ્રા બોલેરો પીકઅપ ડાલાની કિ.રૂ.4,00,000 /તથા મોબાઇલની કિ.રૂ 4000 / – મળી કુલ કિ.રૂ .6,54,962/ – નો મુદ્દામાલ પકડી પાડી ગણનાપાત્ર કેશ શોધી કાઢવામાં સફળતા મળેલ છે.
પકડાયેલ આરોપી:
નરેન્દ્રસિંગ ગોવિંદસિંગ સોલંકી ઉ.વ .૨૩ રહે.મેવાડીયા પોસ્ટ.જીલવારા તા.ગડબોરજી.રાજસમંદ રાજસ્થાન
વોન્ટેડ આરોપી
મહિન્દ્રા બોલેરો પીકઅપ ડાલાનો ચાલક કુલદિપસિંગ જેના પૂરા નામઠામ મળેલ નથી.