37.9 C
Gujarat
Monday, July 13, 2026
Home ગુજરાત અરવલ્લીઃ ધનસુરાના લહેરીપુરાનો રસ્તો સરકારી ચોપડે પાકો..!! ગ્રામજનો આજે પણ પાકા રસ્તાથી...

અરવલ્લીઃ ધનસુરાના લહેરીપુરાનો રસ્તો સરકારી ચોપડે પાકો..!! ગ્રામજનો આજે પણ પાકા રસ્તાથી વંચીત

0
83

અરવલ્લીના ધનસુરા તાલુકાના લહેરીપુરાના આઝાદીના આટલા વર્ષો પછી પણ પાકા રસ્તાથી વંચિત રહેવા પામ્યા છે. મુખ્યમંત્રી ગ્રામ સડક યોજનામાં આ રસ્તો મે 2023 થી ફેબ્રુઆરી 2024 સુધીમાં પાકો બનાવવાનો હતો. આશ્ચર્યની વાત એ છે કે સરકારી ચોપડે આ માર્ગ પાકો બોલે છે, પરંતુ સ્થળ શુ દશા છે તે તસવીરોમાં દેખાય છે. આજે પણ લહેરીપુરાના ગ્રામજનો પાકા રસ્તાની સુવિધા વગરના છે
ગ્રામજનો જીલ્લા પંચાયત માર્ગ અને મકાન વિભાગ પાસે જાય તો દસ દિવસમાં આ માર્ગનું કામ થઈ જશે એમ જણાવાય છે.

આ વાતને ત્રણ વર્ષ વિતી જવા છતાં હજુ સુધી આ માર્ગ પાકો થયો નથી. અરવલ્લી જીલ્લામાં મુખ્યમંત્રી ગ્રામ સડક યોજનામાં બિલો ચુકવાયેલા માર્ગોની તપાસ કરવામાં આવે તો મોટો ભ્રષ્ટાચાર બહાર આવે તેમ છે. લહેરીપુરાના ગ્રામજનો વિચારી રહ્યા છે કે આઝાદી પછી પહેલી વાર પાકો માર્ગ પાસ થયો એ પણ ભ્રષ્ટાચારની ગંગોત્રીમાં ધોવાઈ ગયો એ ઉચ્ચકક્ષાથી યોગ્ય તપાસ થાય તો બહાર આવે તેમ છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

error: Content is protected !!