અરવલ્લી જિલ્લાના વિવિધ મામલતદાર કચેરીના જનસેવા કેન્દ્રોના હજાર પગારદારી કર્મચારીઓની બદલી
કયા કારણોસર બદલી કરી દેવાઈ, તે સવાલ
6 હજાર પગારદારી કર્મચારી બાઈક પર ત્રણ સવારી જવા મજબૂર
લાખોના પગારદારી અધિકારીઓ એક ગાડીમાં ચાર લોકો આવતા હોવા છતાં નથી પોસાતું તો…
6 હજાર પગાર મળતા કર્મચારીઓને કેવી રીતે પોસાય?
મોંઘવારીનો માર હજુ તો સહન કરવાની શક્તિ નથી, ને આટલી સરાહની કામગીરી!
ભ્રષ્ટાચાર ડામવા અને કામગીરીમાં પારદર્શિકા લાવવા માટે રાજ્ય સરકાર સતત પ્રયાસ કરે છે, પરંતુ આવું અટક્યું છે ખરૂ તે એક સવાલ છે. મોટા અધિકારીઓ અને કર્મચારીઓની તેમના રહેઠાણ અથવા તો નજીક થી દૂર બદલી કરી દેવામાં આવતા, તેમને પરવડતું નથી. પણ અધિકારીઓ નાના અને આઉટસોર્સ પર કામ કરતા રોજિંદા કામ કરતા કર્મચારીઓ પર ચાબુક કેમ ફેરવી રહ્યા છે તે એક સવાલ છે. અરવલ્લી જિલ્લા સેવા સદનના જન સેવા કેન્દ્રમાં ફરજ બજાવતા મોટાભાગના આઉટસોર્સિંગ કર્મચારીઓ કે, જેમનો પગાર સરેરાશ 6,500 થી 12,000 રૂપિયા હોય છે, તેમને, પોતાના તાલુકા થી બદલીને અન્ય તાલુકામાં ધકેલી દેવાયા છે. હવે બોલો કે, આટલા પગારમાં તે, યોગ્ય કામ કરી શકશે કે કેમ ?
મોટા અધિકારી અને કર્મચારીઓને તો સરકાર અલગ-અલગ ભથ્થા આપતા હોય છે, પણ અરવલ્લી જિલ્લાના મામલતદાર કચેરી જનસેવા કેન્દ્રમાં કામ કરતા આઉટસોર્સ કર્મચારીઓને તો પગાર તો આવા ભથ્થા તો ઠીક, પગારના પણ ઠેકાણા હોતા નથી, અને સરેરાશ 20 થી 35 કિ.મી. દૂર બદલી કરી દેવાઈ છે. આવું તમામ તાલુકા ની મામલતદાર કચેરીના કર્મચારીઓને બદલી કરી દેવાઈ છે. આવું કયા કારણોસર કરવામાં આવ્યું છે, તે બાબતે ઉચ્ચ અધિકારીઓ મગનું નામ મરી પાડવા તૈયાર નથી. શું સરકારનો કોઈ પરિપત્ર છે કે, પછી અંગત કારણોસર બદલી કરી દેવાઈ છે, તે યક્ષ પ્રશ્ન છે. ગાંધીનગરથી કોઈ અધિકારી આવ્યા હોય અને કહી દે કે, આ લોકોની બદલી કરી દો, તો બદલી કરી દેવાની કે શું ? આવા અધિકારીઓએ થોડીક માનવતા દાખવવી જોઈએ કારણ કે, સરેરાશ 6 હજાર જેટલા પગારમાં આટલી દૂર તેમને કેવી રીતે પરવડે?
અરવલ્લી જિલ્લા વહીવટી તંત્રએ એ પણ ધ્યાન રાખવું જોઈએ કે, જે સરકારી કર્મચારી, અધિકારી કે અન્ય આઉટસોર્સિંગ કર્મચારી, અરજદારોના કામ નથી કરતા, અથવા તો ધક્કા ખવડાવે છે, તેમની પર બદલીનો ચાબુક ફેરવવી જોઈએ, નહીં કે, મન મરજી થાય. જિલ્લાના ઉચ્ચ અધિકારીઓ વેશ પટલો કરીને, કચેરીઓની એક લટાર કરવી જોઈએ, જેથી ખ્યાલ આવે કે, અરજદારો કેટલા ખુશ છે.





