39 C
Gujarat
Monday, July 13, 2026
Home ગુજરાત અરવલ્લીની બહાદુર પોલિસની નાક નીચે એક વર્ષમાં મારામારીની મોટી 3 ઘટના, એકપણ...

અરવલ્લીની બહાદુર પોલિસની નાક નીચે એક વર્ષમાં મારામારીની મોટી 3 ઘટના, એકપણ ઘટનામાં ફરિયાદ નહીં !!!

0
143

અરવલ્લી જિલ્લામાં કાયદો વ્યવસ્થાની સ્થિતિ હવે કથળી ગઈ છે, તેમાં કોઈ બે મત નથી. મોડાસા ટાઉન પોલિસ માત્ર ને માત્ર વાહવાહી ઠોકવા અને કોઈની અરજી આવી હોય, તો સામસામે અરજી કરાવવામાં મસ્ત છે તો બીજી બાજુ લુખ્ખા તત્વો મોરની જેમ કળા કરી જાય છે. મોડાસા ટાઉન પોલિસ સ્ટેશનના અધિકારીઓ કોઈપણ ઘટનાને ગંભીરતાથી લેતા નથી, હાલ મંત્રીની પુત્રોની દબંગાઈ સામે આવતા, રાજકીય ગરમાવો આવી ગયો છે. જે મતદાતાઓ મત આપીને ગાંધીનગર પહોંચાડ્યા છે, તેમના પુત્રો કાયદો વ્યવસ્થાનો કચ્ચરઘાણ કાઢી નાખે છે. આવી એક કે, બે નહીં પણ છેલ્લા એક વર્ષમાં ત્રીજી ઘટના ઘટી પણ પોલિસ સબ સલામતના દાવા કરી રહ્યા છે.

મોડાસા ટાઉન પોલિસની હવા કાઢી નાખી લુખ્ખા તત્વોએ પ્રથમ ઘટના 15-02-2024 ના રોજ બની હતી. આ દિવસે આ જ મંચુરિયન લારી ઉપર ત્રણ કલાક માથાકુટ ચાલી હતી, તે સમયે મોડાસા ટાઉન પીઆઈ ડી.કે.વાઘેલા હતા, તે સમયે પણ ભારે બબાલ હતી, અને પત્રકારો ઉપર પણ હુમલો થયો હતો, અરવલ્લીની બહાદુર પોલિસે કોઈ જ કાર્યવાહી નહીં કરી. આજે સ્થિતિ એવી છે કે, આજ મંચુરિયન સંચાલકે મંત્રીના પૌત્રના મોપેડની ચાવી કાઢી લેવાના આક્ષેપો વચ્ચે મામલો એટલી હદે વકર્યો કે, મંત્રીના પુત્રોએ કાયદો હાથમાં લઈને મળતિયાઓને બેટ અને અન્ય લાકડાની વસ્તુઓથી ધોઈ નાખ્યા. જો તે દિવસે પોલિસે કાર્યવાહી કરી હોત, તો મંચુરિયન સંચાલકની આટલી હિંમત ન થઈ હતી. પણ મોડાસા ટાઉન પોલિસ માત્રને માત્ર લોકો કેમ હેરાન થાય તેમાં જ રસ છે.

બીજી ઘટના મોડાસાના ડીપ વિસ્તારમાં દિવાળીના અરસામાં બની હતી, તા. 25-10-2024 ના રોજ દસ જેટલા લોકોના ટોળાનો હુમલો થયો હતો. મામલો એટલી હદે વટી ગયો હતો કે, આખો વિસ્તાર લુખ્ખા તત્વોએ બાનમાં લીધો હતો, આવ તત્વોને પણ પોલિસે પકડ્યા નહીં. પોલિસ કહેતી હતી કે, ફરિયાદી ફરિયાદ કરશે તો કાર્યવાહી કરીશું. જો ફરિયાદી કોઈ ડરથી કાર્યવાહી ન કરે તો શું પોલિસ ફરિયાદી ન બની શકે? ફરિયાદી ફરિયાદ ન કરે તો લુખ્ખા તત્વોને છોડી દેવાના? આવા તત્વોને સબક ન શિખવાતા આવા તત્વો આગળ જતાં મોટા બની જાય છે.

ત્રીજી ઘટના હાલમાં 17-02-2025 ના રોજ બની, જ્યાં મંત્રીના પૌત્રની માલપુર રોડ પર ચાવી કાઢી લઈને માર મારવાની ઘટના ઘટી હતી, જેને લઇને મામલો બિચક્યો હતો, અને આ જ મંચુરિયન સંચાલકના મળતિયાઓને મંત્રીના પુત્રો, ભાજપ યુવા મોરચનો પ્રમુખ તેમજ અન્ય એક એક વ્યક્તિ મળીને મોપેડ ચાલકને ધોઈ નાખ્યો હતો. કાયદો વ્યવસ્થાની સ્થિતિ લુખ્ખા તત્વો બગાડે છે, તે વાત સાચી નથી પણ પોલિસ જ આવું કરે છે કારણ કે, પોલિસ ઘટના સમયે કોઈ કાર્યવાહી કરતી નથી, જેને લઇને આવા તત્વો આગળ જતાં મોટી ઘટનાઓને અંજામ આપી દે છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

error: Content is protected !!