29.5 C
Gujarat
Monday, July 13, 2026
Home ગુજરાત અરવલ્લી : મોડાસા શહેરમાં રોટરી ક્લબ દ્વારા કોલેજિયન સાથે અંગદાન જાગૃતિ સેમિનાર...

અરવલ્લી : મોડાસા શહેરમાં રોટરી ક્લબ દ્વારા કોલેજિયન સાથે અંગદાન જાગૃતિ સેમિનાર યોજ્યો

0
216

કોઈપણ વ્યક્તિ જ્યારે કોઈ અકસ્માત કે અન્ય રીતે બેભાન થાય પરંતુ તેના શરીર ના અંગો સજીવન રહેતા હોયછે તે બાબત ની જાણકારી ના અભાવે જે ઉપયોગી અંગો હોયછે એ કોઈના કામ માં આવતા નથી ત્યારે આ બાબતે જન જાગૃતિ માટે દિલ્હી થી આવેલા ડો. રીટા દાર કે જેઓ રાષ્ટ્રીય અંગદાન બાબતના પ્રવક્તા છે તેઓએ મોડાસા ખાતે જાણકારી આપી હતી

મોડાસાના હિંમતનગર રોડ ખાતે આવેલ માતૃશ્રી લલીતાબા એજ્યુકેશન સંસ્થાન અને શ્રીજી નર્સિંગ ઇન્સ્ટિટ્યૂટ માં રોટરી ક્લબ મોડાસા ના સહયોગ થી અંગદાન વિશે જાણકારી બાબતે એક વર્કશોપ યોજાયો જેમાં દિલ્હી ના અંગદાન બાબતે પીએચડી થયેલ ડો.રીટા દાર દ્વારા કેવા સંજોગોમાં શરીરના અંગોનું અને કોને દાન કરી શકાય કે જેના દ્વારા જરૂરિયાત મંદ લોકો ને નવજીવન પ્રાપ્ત થાય એ અંગો દ્વારા પોતાની નવી જિંદગી ની શરૂઆત કરી શકે તે બાબતે સંસ્થા ના વિદ્યાર્થી ભાઈ બહેનો અને સ્ટાફ તેમજ સામાજિક સંસ્થા ના અગ્રણીઓ ને વિસ્તૃત જાણકારી આપી હતી ડો રીટા દારે અંગદાન અને શરીર દાન બંને વચ્ચે ના તફાવત અને ખાસ અંગદાન માણસ જીવતો હોય ત્યારે કરી શકાય તે બાબત ની જાણકારી આપી હતી

આ કાર્યક્રમ માં રોટરી ક્લબ મોડાસાના કમલેશ પટેલ,મહેશ પટેલ લલિતાબા સંસ્થાન ના જીતુભાઇ સોની,આચાર્ય નીરવ ભાઈ ,ભાગ્યલક્ષ્મી નર્સિંગ ના પ્રિન્સિપાલ સહિત મોટી સંખ્યા માં ઉપસ્થિત રહી કાર્યક્રમ ને સફળ બનાવ્યો હતો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

error: Content is protected !!