29.5 C
Gujarat
Monday, July 13, 2026
Home ગુજરાત અરવલ્લી: મોડાસા ની કલરવ શિશુ વિકાસ કેન્દ્ર દ્વારા ધોરણ 1 ના વિદ્યાર્થીઓનો...

અરવલ્લી: મોડાસા ની કલરવ શિશુ વિકાસ કેન્દ્ર દ્વારા ધોરણ 1 ના વિદ્યાર્થીઓનો એક દિવસીય શૈક્ષણિક પ્રવાસ

0
117

અંકિત ચૌહાણ/જય અમીન
અરવલ્લી જિલ્લાના મોડાસા ખાતે આવેલી કલરવ શિશુ વિકાસ કેન્દ્ર ના બાળકો માટે એક દિવસીય શૈક્ષણિક પ્રવાસનું પ્રસ્થાન થયું. મોડાસાના માલપુર રોડ પર આવેલી મોડાસા કેળવણી મંડળ સંચાલિત કલરવ શિશુ વિકાસ કેન્દ્રમાં અભ્યાસ કરતા ધોરણ 1 ના વિદ્યાર્થીઓ માટે પ્રવાસ યોજવામાં આવ્યો છે. મોડાસા થી પ્રસ્થાન થયેલ પ્રવાસ ગાંધીનગર મહાત્મા મંદિર, અક્ષરધામ તેમજ બગીચાનો સમાવેશ થયો છે.
શુક્રવારના દિવસે વહેલી સવારે પ્રસ્થાન થયેલા પ્રવાસને લઇને બાળકોમાં ઉત્સાહનો માહોલ જોવા મળ્યો હતો. વાલિઓ તેમના બાળકોને લઈને શાળાએ પહોંચ્યા હતા, જ્યાંથી શિક્ષકોઓ બાળકો સાથે પ્રવાસની શરૂઆત કરી હતી. એક દિવસીય પ્રવાસમાં મોટી સંખ્યામાં બાળકોની સાથે શિક્ષકો જોડાયા હતા. મોડાસાની કલરવ શિશુ વિકાસ કેન્દ્રના પ્રવાસને લઇને શાળા પરિવાર દ્વારા વિશેષ આયોજન કરવામાં આવ્યું હતું.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

error: Content is protected !!