27.9 C
Gujarat
Monday, July 13, 2026
Home ગુજરાત અરવલ્લીઃ બાયડ તાલુકાના માથાસુલિયા ગામના 30 વર્ષીય યુવાનનું માઝુમ નદીના પ્રવાહમાં તણાઈ...

અરવલ્લીઃ બાયડ તાલુકાના માથાસુલિયા ગામના 30 વર્ષીય યુવાનનું માઝુમ નદીના પ્રવાહમાં તણાઈ જતાં મોત નિપજ્યું

0
65

બાયડ તાલુકાના માથાસુલિયા ગામના એક 30 વર્ષીય યુવાનનું માઝૂમ નદીના પ્રવાહમાં ગરકાવ થઈ જતાં મોત થયાના અહેવાલ પ્રાપ્ત થયા છે.

વધુ પ્રાપ્ત વિગતો મુજબ માથાસુરીયા ગામના 30 વર્ષીય યુવાન ચંદનસિંહ ચૌહાણ માઝૂમ નદીના પટમાં ભેંસો ચરતી હોવાથી ભેસોને લેવા માટે ગયા હતા પરંતુ ભેંસો ઘરે પાછી આવી ગઈ અને ચંદનસિંહ પરત ના આવતાં પરિવારજનોને ચિંતા થઈ જેથી માઝુમ નદીના કિનારે જઈ યુવાનની શોધખોળ હાથ ધરી હતી પરંતુ યુવાન ના મળી આવતાં પરિવારજનોની યુવાન નદીમાં ડૂબી ગયાની આશંકા મજબૂત થઈ ગઈ હતી.
પરિવારજનોએ ઘટના અંગે આંબલીયારા પોલીસને જાણ કરતાં સ્થાનિક તરવૈયાઓ અને ગોતાખોરોની મદદથી માજુમ નદીમાં યુવાનની શોધખોળ હાથ ધરવામાં આવી હતી.
લાંબી શોધખોળના અંતે ગુરુવારે મોડી સાંજે નદીના ઊંડા પાણીમાં ગરકાવ થઈ ગયેલા ચંદનસિંહનો મૃતદેહ હાથ લાગ્યો હતો આંબલીયારા પોલીસે અકસ્માતે મોતનો ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી હતી

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

error: Content is protected !!