27.9 C
Gujarat
Monday, July 13, 2026
Home HeadLines અરવલ્લી: નવા બસ સ્ટેશનનું પાણી રસ્તા પર કાઢતા સવાલો, ગંદકી કરતા શહેરીજનોને...

અરવલ્લી: નવા બસ સ્ટેશનનું પાણી રસ્તા પર કાઢતા સવાલો, ગંદકી કરતા શહેરીજનોને દંડ કરતી પાલિકાનું કોન્ટ્રાક્ટરના ચરણોમાં સાષ્ટાંગ દંડવત

0
118

અરવલ્લી જિલ્લાના મોડાસામાં પાલિકાની કામગીરી હાલ ખૂબ જ ચર્ચાઓમાં ચાલી રહી છે, એકબાજુ ભૂગર્ભ ગટર લાઈનને લઇને ઠેર-ઠેર ખોદકામ ચાલતા હોવાથી, લોકોને હાલાકીઓનો સામનો કરવો પડી રહ્યો છે. હવે મોડાસા નગરમાં 24 કલાકના રોડ પર તળાવ બનાવવાની કામગીરી ચાલી રહી હોવાની ચર્ચાઓએ જોર પકડ્યું છે. મોડાસા માં નવીન બસ સ્ટેસન બન્યા પછી, લોકો મીમ બનાવી મઝાક ઉડાવતા નજરે પડતા હોય છે. આ વચ્ચે મોડાસા ના નવીન બસ સ્ટેશનના બેઝમેન્ટમાં પાણી ભરાઈ રહેતા, આ પાણીનો યોગ્ય નિકાલ ન હોવાથી રસ્તાો પર કાઢવામાં આવતા, ભર ઉનાળે ચોમાસા જેવી સ્થિતિનું નિર્માણ થઈ રહ્યું છે.

નગર પાલિકા રોડ પર વર્તમાન પરિસ્થિતિ જોવા હવે, મોડાસા નગર પાલિકા બસ સ્ટેશન કોન્ટ્રાક્ટર સામે સાષ્ટાંગ દંડવત કરતું હોય તેવું લાગે છે. સામાન્ય રીતે કોઈ મિલકત ધારક કોઈપણ રીતે પાણીનો વેડફાટ અથવા તો ગંદકી કરે તો પાલિકા દંડ ફટકારે છે, પણ અહીં તો નવીન બસ સ્ટેશનના કોન્ટ્રાક્ટર પોતાની સારી કામગીરી છુપાવવા માટે પાણી બહાર છોડી રહ્યા છે, જેને લઇને સવારના અને બપોરના સમયે રાહદારીઓને હાલાકીઓનો સામનો કરવો પડી રહ્યા છે.

મોડાસાના નગર પાલિકા રોડ પર સવારે કૃત્રિમ તળાવ ભરાઈ જાય છે, પણ અહીંથી પસાર થતાં, પાલિકાના કોઈ અધિકારી કે, પદાધિકારીને જોવાતું નથી, એટલે, કોને શું કહેવું તે પ્રશ્ન છે. હાલ તો લોકો સવાર-સવારમાં મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે. હવે જોવું રહ્યું કે, નવ બસ સ્ટેશનના બેઝમેન્ટનું પાણી રોડ પર કાઢતા રહેશે કે, પછી બંધ થશે તે સવાલ છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

error: Content is protected !!