27.9 C
Gujarat
Monday, July 13, 2026
Home HeadLines અરવલ્લી : મોડાસા છાસવાલાનો મઠો આરોગી બિમારમાં સપડાવ તો નવાઈ નહીં…!! મઠામાંથી...

અરવલ્લી : મોડાસા છાસવાલાનો મઠો આરોગી બિમારમાં સપડાવ તો નવાઈ નહીં…!! મઠામાંથી મૃત મચ્છર મળ્યું

0
131

અરવલ્લી જીલ્લા સહિત મોડ્સ શહેરમાં દૂધ અને દૂધની બનાવટો વેચતાં વેપારીઓ સ્વચ્છતા અને ફૂડ સેફ્ટી એક્ટના નિયમોનું ઉલાળિયો કરી રહ્યા છે દૂધની પ્રોડક્ટ સહિત અન્ય ખાદ્ય પદાર્થો માંથી જીવાત નીકળવાની અનેક ઘટનાઓ બની રહી છે મોડાસા શહેરના માલપુર રોડ પર આવેલ છાસવાલા નામના આઉટલેટ પરથી એક ગ્રાહકે ખરીદેલ કેસર પીસ્તા મઠા માંથી મૃત મચ્છર નીકળતા ગ્રાહક અને તેનો પરિવાર ચોંકી ઊઠ્યો હતો ગ્રાહક છાસવાલા આઉટલેટ પર ફરિયાદ કરતા આઉટલેટ પરથી ઉડાઉ જવાબ મળતાં સમસમી ઊઠ્યો હતો અને આ અંગેનો વિડિયો બનાવી સોશ્યલ મીડિયામાં વાયરલ કર્યો હતો ફુડ એન્ડ ડ્રગ્સ વિભાગ દ્વારા છાસવાલા આઉટલેટ સામે કાયદેસરની કાર્યવાહી હાથધરવામાં આવેની માંગ કરી હતી

મોડાસા શહેરના માલપુર રોડ પર પ્રમુખધામ કોમ્પલેક્ષમાં આવેલ છાસવાલા બ્રાન્ડના આઉટલેટ માંથી મિનેશભાઈ નામના ગ્રાહકે કેસર પીસ્તા મઠો ખરીદ્યો હતો અને ઘરે જઇ મઠાનો કપ ખોલતાં તેમાં મરેલું મચ્છર જેવી જીવાત જણાતાં જ નાગરિક તરત છાસવાલેની દુકાને પરત આવ્યા હતા અને તેમને ત્યાં કપમાં જીવાત બતાવી હતી દુકાન ઉપર હાજર વ્યક્તિએ ગ્રાહકને સંતોષકારક જવાબ ન આપતાં ગ્રાહકે વીડિયો બનાવતા ફરજ પરના કર્મીએ રિફંડ આપવાની વાત કરી મામલો નિપટાવવાનો પ્રયત્ન કર્યો હતો જોકે ગ્રાહકે રિફંડ લેવાના બદલે અન્ય ગ્રાહકો બિમારીમાં સપડાય નહીં તે માટે જવાબદાર તંત્રને રજૂઆત કરવા તજવીજ હાથધરી હતી

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

error: Content is protected !!