28.3 C
Gujarat
Sunday, July 12, 2026
Home ક્રાઇમ પંચમહાલ : ઘોંઘબાના ધનેશ્વરના જીનાલયમાં મહાવીર સ્વામી સહિતની મુર્તિઓ ખંડિત કરવાના મામલે...

પંચમહાલ : ઘોંઘબાના ધનેશ્વરના જીનાલયમાં મહાવીર સ્વામી સહિતની મુર્તિઓ ખંડિત કરવાના મામલે પોલીસે ત્રણ આરોપીઓને દબોચ્યા

0
85

 

ઘોઘંબા, પંચમહાલ

પંચમહાલ જીલ્લાના ઘોઘંબા તાલુકાના ધનેશ્વર ગામમાં આવેલી વિજય ઈન્દ્ર જગત વિદ્યાલયના કેમ્પસમાં આવેલા જૈન દેરાસરમાં મહાવીર સ્વામી ભગવાન સહિતની મુર્તિઓ કોઈ અજાણ્યા ઈસમો દ્વારા ખંડીત કરવામા આવી હતી. જેને લઈને જૈન સમાજમા ભારે રોષની લાગણી વ્યાપી ગઈ હતી. આ મામલે રાજગઢ પોલીસ મથકે ફરિયાદ નોંધાતા તપાસના ચક્રો ગતિમાન કર્યા હતા. જીલ્લા એલસીબી અને રાજગઢ પોલીસે સયુક્ત રીતે તપાસ હાથ ધરતા ત્રણ આરોપીઓને ઝડપી પાડવામાં આવ્યા હતા. આ મામલે જીલ્લા પોલીસ વડા કચેરી ખાતે એસપી હિમાંશુ સોલંકીએ પત્રકાર પરિષદ યોજીને માહીતી આપી હતી. આ મામલે પોલીસે આરોપીઓ સામે ગુનો નોધીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

પંચમહાલ જીલ્લાના ઘોંઘબા તાલુકાના ધનેશ્વર ગામમાં વિજય ઈન્દ્રજગત વિદ્યાલય આવેલુ છે. તેના કમ્પાઉન્ડમાં જીનાલય આવેલું છે. જેમા ગૌતમ સ્વામી ભગવાન, વલ્લભસુરી મહારાજ અને મુખ્ય મંદિરમા આવેલી મહાવીર સ્વામીની મુર્તિને ખંડીત કરીને કોઈ અજાણ્યા ઈસમોએ નુકશાન પહોચાડ્યુ હતુ. આ મામલે પોલીસ ફરિયાદ નોંધાઈ હતી. મામલાની ગંભીરતાને લઈ પંચમહાલ જીલ્લા એલસીબી તેમજ રાજગઢ પોલીસની ટીમ કામે લાગી ગઈ હતી અને પોલીસ દ્વારા વિવિધ ટેકનીકલ એનાલિસીસ તેમજ સીસીટીવી કેમેરાની તપાસ હાથ ધરવામાં આવતા ત્રણ આરોપીઓને પકડી પાડવામાં આવ્યા હતા. આરોપીઓના નામ નીલેશ પરમાર, હાર્દિક પરમાર. દેવરાજ ભાઈ પરમાર રહે ધનેશ્વર તા ઘોંઘબા જી પંચમહાલના હોવાનું તપાસમાં બહાર આવ્યુ હતું. આરોપીઓએ મસ્તીમાં અને પથ્થરો વડે મૂર્તિઓને ખંડીત કરી હોવાની વિગતો બહાર આવી હતી. નોંધનીય છે કે આ મામલે જૈન સમાજમાં પણ ભારે રોષની લાગણી ફેલાઈ ગઈ હતી

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

error: Content is protected !!