હાલોલ (મેરા ગુજરાત)
પંચમહાલ જિલ્લામાં આવેલ સુપ્રસિદ્ધ યાત્રાધામ તેમજ શક્તિપીઠ પાવાગઢના ડુંગર પર બિરાજમાન જગતજનની શ્રી મહાકાળી માતાના મંદિર પરિસર માં ગુરુવારે સાંજે 6:15 કલાકે શાસ્ત્રોત વિધિવત રીતે હોળીને પ્રગટાવવામાં આવી હતી ત્યારબાદ 50 કિલોમીટરની ત્રિજ્યામાં આવતા ગામમાં હોળીને પણ પ્રગટાવવામાં આવી હતી ભક્તો દ્વારા હોળીમાં નાળિયેર,ધૂપ તેમજ કપૂરની ગોટીઓ પધરાવવામાં આવી હતી અને ગાયના છાણમાંથી બનાવેલા ઓરૈયા અને હારડાનો હાર બનાવી હોળીમાં પધરાવ્યા હતા અને લોકોએ હોળીની પૂજા અર્ચના પ્રાર્થના કરી ધન્યતા અનુભવી હતી જ્યારે આ પ્રસંગે મંદિરના ટ્રસ્ટીઓ અને ભકતો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા