ગુજરાતના રાજકોટમાં 150 ફૂટ રિંગરોડ પર આવેલી એટ્લાન્ટિસ બિલ્ડિંગમાં પાંચમાં અને છઠ્ઠા માળે આગ લાગી હતી ઘટનાની જાણ થતાં પોલીસ અને ફાયરની ટીમ તાત્કાલિક ધોરણે ઘટનાસ્થળે પહોંચી ગઈ છે. ફાયરની ટીમ આગ બુઝાવવાનો પ્રયાસ કરી રહી છે. આગમાં અત્યાર સુધીમાં ત્રણ વ્યક્તિના મોત નિપજ્યું છે.
રાજકોટના 150 ફૂટ રોડ પરના એટલાન્ટિસ બિલ્ડિંગના D બ્લોકના છઠ્ઠા માળે 603 નંબરના ફ્લેટમાં આગ લાગી છે. ફાયરની ટીમ ઘટનાસ્થળે પહોંચી ઉપરના માળે ફસાયેલા લોકોને હાઇડ્રોલિક લિફ્ટ મારફતે નીચે ઉતારી હતા આગ પર ભારે જહેમત બાદ કાબૂ મેળવવામાં સફળ રહ્યા હતા આગમાં અત્યાર સુધી ત્રણ વ્યક્તિનું મોત નિપજ્યું છે, જેમન્ને નજીકની હોસ્પિટલમાં પોસ્ટ મોર્ટમ અર્થે ખસેડવામાં આવ્યા છે. ધુળેટીના દિવેસ રાજકોટના 150 ફૂટ રિંગરોડ પર આવેલ એટ્લાન્ટિસ બિલ્ડિંગના પાંચમાં અને છઠ્ઠા માળે આગ લાગી હતી. જેમાં અજયભાઇ મકવાણા તથા કલ્પેશભાઈ લેવા અને મયૂરભાઈ લેવા નામના બે પિતરાઈ ભાઈના મોત થયા છે.
સ્વિગીના ડિલિવરી મેન અજયભાઈ બિલ્ડિંગમાં પાર્સલ ડિલિવરી કરવા ગયા ને આગની ચપેટમાં આવી જતા મોત નીપજ્યું. અને છેલ્લે પત્ની અને સાડા ત્રણ વર્ષની દીકરીને રડતાં છોડી ગયાં.
પાર્સલ ડિલિવરી કરવા ગયા ને આગની ચપેટમાં આવી ગયા
આ દુર્ઘટનામાં મૃતક અજયભાઇ ખીમજીભાઈ મકવાણા (ઉ.વ.31) રાજકોટમાં વીર સાવરકર નગરમાં રહેતા હતા અને સ્વિગીમાં નોકરી કરતા હતા. તેઓ દુર્ઘટનાગ્રસ્ત બિલ્ડિંગમાં પાર્સલ ડિલિવરી કરવા ગયા ને આગની ચપેટમાં આવી જતા મોત નીપજ્યું હતું. મૃતક અજયભાઈને સંતાનમાં એક 3.5 વર્ષની દીકરી છે જેનું નામ દિશા છે અને પરિવારમાં તે બે ભાઈમાં મોટા હતા.





