IPL 2025 ની 33મી મેચમાં, મુંબઈ ઈન્ડિયન્સે સનરાઈઝર્સ હૈદરાબાદને હરાવીને સીઝન-18 માં પોતાની ત્રીજી જીત નોંધાવી. વાનખેડે સ્ટેડિયમ ખાતે રમાયેલી આ મેચમાં મુંબઈએ 4 વિકેટથી જીત મેળવી હતી અને આ જીત સાથે મુંબઈ ઈન્ડિયન્સે IPLમાં એક ખાસ સિદ્ધિ નોંધાવી છે. આ સાથે, હાર્દિક પંડ્યાની મુંબઈ ઈન્ડિયન્સે કોલકાતા નાઈટ રાઈડર્સને પાછળ છોડી દીધું છે.
IPLમાં મુંબઈ ઈન્ડિયન્સે બનાવ્યો શાનદાર રેકોર્ડ
ગઈકાલે રાત્રે, મુંબઈ ઈન્ડિયન્સે IPL 2025 માં મુંબઈ ઈન્ડિયન્સ અને સનરાઈઝર્સ હૈદરાબાદ વચ્ચે રમાયેલી મેચ જીતીને IPL માં એક મહાન રેકોર્ડ બનાવ્યો. મુંબઈ ઈન્ડિયન્સ હવે IPL માં એક જ મેદાન પર સૌથી વધુ મેચ જીતનાર ટીમ બની ગઈ છે. વાનખેડે સ્ટેડિયમ ખાતે આ મુંબઈની 47મી મેચ હતી.
વાનખેડે સ્ટેડિયમમાં રમાયેલી 47 મેચોમાંથી, મુંબઈ ઈન્ડિયન્સની ટીમે 29 મેચ જીતી છે. આ પહેલા આ રેકોર્ડ કોલકાતા નાઈટ રાઈડર્સ ના નામે હતો. કોલકાતા નાઈટ રાઈડર્સે ઈડન ગાર્ડન્સ સ્ટેડિયમમાં આઈપીએલમાં અત્યાર સુધીમાં 28 મેચ જીતી છે.
મુંબઈએ 4 વિકેટે મેચ જીતી લીધી
આ મેચમાં પ્રથમ બેટિંગ કરતા સનરાઇઝર્સ હૈદરાબાદે 20 ઓવરમાં 5 વિકેટ ગુમાવીને 162 રન બનાવ્યા હતા. હૈદરાબાદ તરફથી બેટિંગ કરતી વખતે, અભિષેક શર્માએ સૌથી વધુ 40 રનની ઇનિંગ રમી. જ્યારે હેનરિક ક્લાસેને 37 રન બનાવ્યા. મુંબઈ ઈન્ડિયન્સ તરફથી બોલિંગ કરતી વખતે, વિલ જેક્સે સૌથી વધુ 2 વિકેટ લીધી.
આ પછી, મુંબઈ ઈન્ડિયન્સે ૧૮.૧ ઓવરમાં ૬ વિકેટ ગુમાવીને આ લક્ષ્ય હાંસલ કર્યું. મુંબઈ ઈન્ડિયન્સ તરફથી બેટિંગ કરતી વખતે, વિલ જેક્સે સૌથી વધુ 36 રન બનાવ્યા. હૈદરાબાદ તરફથી બોલિંગ કરતી વખતે કેપ્ટન પેટ કમિન્સે 3 વિકેટ લીધી.





