33.9 C
Gujarat
Sunday, July 12, 2026
Home આંતરરાષ્ટ્રીય 26-મી ઍશિયન ઍથ્લેટિક્સ સ્પર્ધામાં ભારત બીજા સ્થાને

26-મી ઍશિયન ઍથ્લેટિક્સ સ્પર્ધામાં ભારત બીજા સ્થાને

0
229

દક્ષિણ કૉરિયાના ગુમી ખાતે 8 સુવર્ણ, 10 રજત અને 6 કાંસ્ય સહિત કુલ 24 ચંદ્રક જીતીને ભારતે ઍશિયન ઍથ્લેટિક્સમાં પોતાની વધતી પ્રતિષ્ઠાને પુનઃસ્થાપિત કરી.

26-મી ઍશિયન ઍથ્લેટિક્સ ચૅમ્પિયનશિપમાં ભારતીય ખેલાડીઓએ ભવ્ય પ્રદર્શન કરી ચીન બાદ બીજા સ્થાને રહ્યા છે. દક્ષિણ કૉરિયાના ગુમી ખાતે આઠ સુવર્ણ, 10 રજત અને છ કાંસ્ય સહિત કુલ 24 ચંદ્રક જીતીને ભારતે ઍશિયન ઍથ્લેટિક્સમાં પોતાની વધતી પ્રતિષ્ઠાને પુનઃસ્થાપિત કરી.ભવ્ય પ્રદર્શન કરનારા ખેલાડીઓમાં ગુલવીર સિંઘ પણ સામેલ છે.ચૅમ્પિયનશિપની એક જ આવૃત્તિમાં બે સુવર્ણ ચંદ્રક જીતનારા પહેલા ભારતીય બનીને તેમણે ઇતિહાસ રચ્યો. 26 વર્ષના સૈન્યના ખેલાડીએ પહેલા દિવસે 10 હજાર મીટર અને ત્યારબાદ પાંચ હજાર મીટર સ્પર્ધામાં સુવર્ણ ચંદ્રક જીત્યો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

error: Content is protected !!