28.2 C
Gujarat
Sunday, July 12, 2026
Home HeadLines લદાખનો 21 વર્ષીય પદ્મ નામગેલ બન્યો માઉન્ટ એવરેસ્ટ સર કરનારો સૌથી યુવાન...

લદાખનો 21 વર્ષીય પદ્મ નામગેલ બન્યો માઉન્ટ એવરેસ્ટ સર કરનારો સૌથી યુવાન પર્વતારોહક

0
51

લદાખના પદ્મા નામગેલ માઉન્ટ એવરેસ્ટ સર કરીને ઇતિહાસ રચ્યો છે. લદાખના નુબ્રા સ્થિત સુમુર ગામના 21 વર્ષીય પદ્મા નામગેલ 1.7 મિલિયન કેડેટ્સમાંથી પસંદગી પામીને માઉન્ટ એવરેસ્ટ (સાગરમાથા) સર કરનાર લદાખનો સૌથી યુવા પુરુષ પર્વતારોહક બની ઇતિહાસ રચ્યો છે. 18 મેના રોજ, તેણે ગાઈડ થુનાંગ ભૂટિયા સાથે શિખર સર કર્યું હતું.

પદ્મા નામગેલ માઉન્ટ એવરેસ્ટ સર કરનારો સૌથી યુવાન પર્વતારોહક
પદ્મા નામગેલે નુબ્રાની લામડોન સ્કૂલમાંથી ધોરણ 8 સુધીનો અભ્યાસ કર્યો હતો અને ત્યારબાદ સુમુરની સરકારી ઉચ્ચતર માધ્યમિક શાળામાં અભ્યાસ ચાલુ રાખ્યો હતો. હાલમાં તે ચંદીગઢની ડીએવી કોલેજમાંથી કમ્પ્યુટર સાયન્સમાં બીએસસીનો અભ્યાસ કરી રહ્યો છે.

NCC યુનિટમાંથી મળી પ્રેરણા
ઓગસ્ટ 2024માં, જ્યારે તે ઘરે આવવાનું આયોજન કરી રહ્યો હતો, ત્યારે તેને NCC યુનિટમાંથી ફોન આવ્યો જેમાં પર્વતારોહણ કોર્સ વિશે પૂછવામાં આવ્યું. શરૂઆતમાં તેણે ના પાડી, કારણ કે તેને ઘરે આવવાની વધુ ઉત્સુકતા હતી. પરંતુ તેના ઓફિસરે તેને મળવા બોલાવ્યો અને પછી તેને માઉન્ટ એવરેસ્ટ અભિયાન વિશે જણાવ્યું. આ સાંભળીને તે તરત જ તૈયાર થઈ ગયો.

એવરેસ્ટ સર કરવાની પસંદગી પ્રક્રિયા હતી પડકારજનક
નામગેલે જણાવ્યું કે, ‘આ પસંદગી પ્રક્રિયા ખૂબ જ પડકારજનક હતી. તેમાં 17 NCC ડિરેક્ટોરેટ્સના વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો. દિલ્હીમાં શારીરિક અને લેખિત પરીક્ષાઓના ઘણા રાઉન્ડ થયા. ઓગસ્ટથી સપ્ટેમ્બર સુધી ઉત્તરકાશીમાં માઉન્ટ અબી ગામીન પર અભિયાન થયું, જ્યાં તેનું પ્રદર્શન, વજન સાથે ચાલવાની ક્ષમતા અને ઊંચાઈ પર અનુકૂલન સાધવાની ક્ષમતાનું મૂલ્યાંકન કરવામાં આવ્યું.’

નામગેલે વધુમાં જણાવ્યું કે, ‘આ વર્ષે ડિસેમ્બરથી જાન્યુઆરી દરમિયાન સિયાચીનમાં શિયાળુ તાલીમ અને પસંદગી થઈ, જ્યાં અત્યંત કઠોર હવામાન પરિસ્થિતિઓમાં ચાલવાની અને પ્રદર્શન કરવાની તેમની ક્ષમતાનું મૂલ્યાંકન કરવામાં આવ્યું. આ સમગ્ર પ્રક્રિયા શારીરિક અને માનસિક રીતે ખૂબ જ કઠિન હતી. બીએસસીનો અભ્યાસ કરતા હોવાથી અભ્યાસ અને તાલીમ વચ્ચે સંતુલન જાળવવું પણ મુશ્કેલ બન્યું.’

પરિવારે પણ આપ્યું સમર્થન
માઉન્ટ એવરેસ્ટ સર કરવા માટે પરિવારના સહકાર વિષે પૂછતાં નામગેલે કહ્યું કે, ‘મારા આ કામ મારા પરિવારે મારો ખૂબ જ સાથ આપ્યો. આ સાથે જ પરિવારના લોકોએ કહ્યું કે, જો મને આમાં જ રસ હોય તો મારે મારું પૂરેપૂરું ધ્યાન આમાં જ આપવું જોઈએ, અભ્યાસ તો પછી પણ થઈ શકે છે.’

સિયાચીનની શિયાળુ તાલીમ ઉપયોગી સાબિત થઈ
લદાખ જેવા પહાડી વિસ્તારમાંથી આવવું તેના માટે ફાયદાકારક સાબિત થયું, કારણ કે પહાડોમાં વજન ઉંચકીને લાંબા અંતર ચાલવાની આદત હોય છે, જે સહનશક્તિ વધારે છે. તેમજ સિયાચીનની શિયાળુ તાલીમે નામગેલને માનસિક અને શારીરિક રીતે માઉન્ટ એવરેસ્ટ માટે તૈયાર કર્યો. આ સાથે જ સિયાચીનમાં હિમનદી પર કૂચ કરી અને બરફની દિવાલો સર કરી, જેનો અનુભવ એવરેસ્ટ પર સ્થિર પરિસ્થિતિઓમાં ટકી રહેવા માટે ઉપયોગી થયો.

શિખર પર પહોંચવાના અંતિમ ક્ષણનું વર્ણન કરતા નામગેલે કહ્યું કે, ’17 મેના રોજ સાંજે 7 વાગ્યે ચઢાણ શરૂ કર્યું અને બીજા દિવસે સવારે 4 વાગ્યે શિખર પર પહોંચ્યા. આ એક મોટી રાહત હતી અને વધો જ થાક દૂર થઈ ગયો. જોકે, નીચે ઉતરતી વખતે થોડી મુશ્કેલી થઈ હતી. આ સાથે જ નામગેલે અભિયાન દરમિયાન ગાઈડ ભૂટિયાની ભૂમિકાને પણ બિરદાવી છે.

NCC ઘણી તકો પૂરી પાડે છે, યુવાનોએ તેનો લાભ લેવો જોઈએ
નામગેલે કહ્યું કે, ‘NCC ઘણી તકો પૂરી પાડે છે અને યુવાનોને તેનો લાભ લેવો જોઈએ. લદાખીઓ તરીકે, તેઓ આવી તકોનો પૂરતો લાભ નથી લેતા. માઉન્ટ એવરેસ્ટ પહેલા તેણે માઉન્ટ અબી ગામીન અને લોબુચે પીક જેવા બે અન્ય શિખરો સર કર્યા છે. હવે તે લદાખના પર્વતોનું અન્વેષણ કરવા અને ભવિષ્યમાં યુવા પર્વતારોહકોને માર્ગદર્શન આપવા અને તાલીમ આપવા માંગે છે.’

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

error: Content is protected !!