29.4 C
Gujarat
Sunday, July 12, 2026
Home HeadLines World Environment Day : શહેરાના દલવાડ ગામે 50 થી વધુ વનસ્પતિની પ્રજાતિઓનો...

World Environment Day : શહેરાના દલવાડ ગામે 50 થી વધુ વનસ્પતિની પ્રજાતિઓનો ઉછેર

0
69

શહેરા તાલુકાના દલવાડા ગામે વનકવચમાં 50થી વધુ ઔષધિય વનસ્પતિની પ્રજાતિઓનો વનવિભાગ દ્વારા ઉછેર
શહેરા,
આજે વિશ્વ પર્યાવરણ દિવસ છે, પ જુનના રોજ સમગ્ર વિશ્વમાં આ દિવસની ઉજવણી કરવામા આવી છે. પર્યાવરણની સુરક્ષા માટે જાગૃતિ અને કાર્યવાહીને પ્રોત્સાહિત કરવા માટે દરિયાઈ પ્રદુષણ, વસ્તી વધારો, ગ્લોબલ વોર્મિગ અને વન્યજીવન અપરાધ જેવા પર્યાવરણીય મુદ્દાઓ પર જાગૃતિ લાવવાના હેતુથી ઉજવણી કરવામા આવે છે. આપણા જીવનની સાથે વૃક્ષો ખુબ જ મહત્વનો ભાગ ભજવે છે. વૃક્ષો વરસાદ લાવે છે, અને વૃક્ષો ઓક્સિજન આપે છે. પંચમહાલ જીલ્લાના શહેરા તાલુકાના દલવાડા ખાતે સામાજીક વનીકરણ વિભાગ, ગોધરા, વિસ્તરણ રેન્જ શહેરા દ્વારા વન કવચ બનાવામા આવ્યુ છે.એક હેક્ટરમા બનાવામા આવેલા આ વન કવચમાં વિવિધ પ્રજાતિઓના વૃક્ષોની રોપણી કરવામા આવી છે. તેમા આર્યુવેદિક ઔષધિય વનસ્પતિઓ પર ઉપલબ્ધ છે.
વિશ્વ ગ્લોબલ વોર્મિગ જેવી સમસ્યા સામે લડી રહ્યુ છે. વિશ્વના અનેક દેશો આ મામલે ચિંતિત છે.આ સમસ્યાનો એક ઉપાય વધુમાં વધુ વૃક્ષોનુ વાવેતર છે. ગુજરાત રાજયનુ વન વિભાગ વનીકરણમા અગ્રેસર રહ્યુ છે. પંચમહાલ જીલ્લામાં પણ પાનમ તેમજ જાંબુઘોડા વન્ય પ્રાણી અભયારણ્યના સમાવીશ જંગલો આવેલા છે. સાથે નાના નાના જગંલો તો ખરા જ. જીલ્લાના શહેરા તાલુકાના દલવાડા ગામે સામાજીક વનીકરણ વિભાગ ગોધરા અને વિસ્તરણ રેંન્જ શહેરા દ્વારા વન કવચ બનાવામા આવ્યુ છે. એક હેક્ટરમા બનાવેલા આ વનકવચમાં વિવિધ જાતિઓના વૃક્ષો ઉગાડવામા આવેલા છે. વન કવચ બનાવાથી પ્રદુષણ અટકે છે. વાતાવરણ શુધ્ધ બને છે. જમીનનુ ધોવાણ અટકે છે. આ રોપવામા આવેલી વનસ્પતિમાં ચારોલી, પતારાળી, કુસુમ, ટેટુ,ગવારી, અરીઠા, અરડુસા, મોખા,દાડમ, કલમ, બહેડા, સીસમ, કોઠી, ટીમરુ, મટરશીંગ,વરસ, સીશુ, હરડે, રગત રાયડો,મોદડ, કિલાઈ, રોહન,હલ્દુ, તણછ, બીયો, સબલાઈ, ખાટી આમલી, આમળા, જાંબુ, આબળા, ગરમાળો, અરડુસી, કુઠી, મીલાયા ડુમીયા,નુ વાવેતર કરવામા આવ્યુ છે. આ પ્રકારની પ્રજાતિઓ પહેલીવાર અહી રોપવામા આવી છે. પંચમહાલ જીલ્લામા પણ આવી પ્રજાતિઓ જોવા મળી નથી.બહારથી મંગાવામા આવી છે. આગામી સમયમા વાટાવછોડા અને વાઘજીપુર ગામે વનકવચ બનાવામા આવશે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

error: Content is protected !!