38 C
Gujarat
Sunday, July 12, 2026
Home ગુજરાત સુરેન્દ્રનગર : ‘આંતરરાષ્ટ્રીય યોગ દિવસ’ ની ઉજવણી પહેલા યોગ જાગૃતિ કાર્યક્રમ યોજાયો

સુરેન્દ્રનગર : ‘આંતરરાષ્ટ્રીય યોગ દિવસ’ ની ઉજવણી પહેલા યોગ જાગૃતિ કાર્યક્રમ યોજાયો

0
62

રાણકદેવી મંદીર, માધાવાવ અને સ્વિમિંગ પુલ ખાતે યોગ જાગૃતિ કાર્યક્રમ યોજાયો

સુરેન્દ્રનગર મહાનગરપાલિકા દ્વારા “આંતરરાષ્ટ્રીય યોગ દિવસ”ની ઉજવણી પહેલા ઐતિહાસિક શહેર વઢવાણ ખાતે સ્થિત માધાવાવ અને રાણકદેવી મંદિર ખાતે તથા મહાનગરપાલિકા સંચાલિત સ્વિમિંગ પુલ ખાતે “સ્વસ્થ ગુજરાત, મેદસ્વિતા મુક્ત ગુજરાત” ની થીમ સાથે યોગ જાગૃતિ કાર્યક્રમ યોજાયો હતો.

આ કાર્યક્રમમાં પંતજલિના સી.કે.ઝાલા દ્વારા જીવનમાં યોગ અને આસનના ફાયદા અને મહત્વ સમજાવવામાં આવ્યું હતું. તેમજ નાગરિકોને નિયમિત યોગ કરવા માટે પ્રરિત કરવામાં આવ્યા હતા.આ ઉપરાંત વઢવાણ ખાતે સ્થિત ઐતિહાસિક માધાવાવ અને પૌરાણિક રાણકદેવી મંદિર ખાતે પણ યોગ જાગૃતિ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. જેમાં યોગ બોર્ડના સભ્યો દ્વારા યોગાસન કરી નાગરિકોને યોગ કરવા પ્રેરિત કરાયા હતા.

આ યોગ જાગૃતિ કાર્યક્રમમાં મહાનગરપાલિકાના નાયબ કમિશનર એસ.કે.કટારા, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃતિ વિભાગના પ્રકાશસિંહ ગોહિલ, સુરેન્દ્નનગર જિલ્લાના યોગ કોર્ડિનેટર મોનિકાબેને ચુડાસમા સહિત મહાનગરપાલિકાના અધિકારીઓ-કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

error: Content is protected !!