37.6 C
Gujarat
Tuesday, July 14, 2026
Home ગુજરાત અરવલ્લી જિલ્લામાં શાંતિપૂર્ણ રીતે મોહરમ પર્વની ઉજવણી

અરવલ્લી જિલ્લામાં શાંતિપૂર્ણ રીતે મોહરમ પર્વની ઉજવણી

0
59

અરવલ્લી જિલ્લાના મોડાસા શહેર ના મુસ્લિમ વિસ્તારમાં મોહરમ પર્વની શાંતિપૂર્ણ ઉજવણી કરવામાં આવી હતી. કરબલા ના મેદાનમાં પોતાના 72 સાથીઓ સાથે માનવતાના મૂલ્યો અને ઇસ્લામના સિદ્ધાંતો ખાતર શહીદી વોહરનાર હઝરત ઈમામ હુસેન અને હસન અને તેમના પરિવાર સહિત ની યાદમાં મોહરમ પર્વ મનાવવામાં આવે છે. અખાડાનો ઉસ્તાદો દ્વારા વિવિધ કર્તવ્ય બતાવવામાં આવ્યા હતા

મોડાસામાં સરકારી તાજીયા અને કસ્બા તાજીયા ને ગોરી ચોક થઈ મોચીવાડા સૂકા બજાર .ધોબી ઢાળ થી માજુમ નદીના કિનારા તરફ લઈ ઠંડા કરવામાં આવ્યા હતા. નવમી અને દસમી બે દિવસે લોકોએ મોટી સંખ્યામાં મોહરમના દર્શન કર્યા હતા. માનતાઓ ચડાવી બાધાઓ પૂર્ણ કરી હતી. મોહરમ દરમિયાન મોહરમના રૂટ ઉપર ઠંડા પાણી દૂધ કોલ્ડ્રીંક આઈસ્ક્રીમ જેવી લોકોએ સેવા રૂપે વિતરણ કર્યું હતું. કાયદો અને વ્યવસ્થા જાળવવા અરવલ્લી જિલ્લા પોલીસે ચુસ્ત બંદોબસ્ત ગોઠવ્યો હતો.

મોડાસા નગરપાલિકા અને જીઇબીએ સહકાર આપવા બદલ મોહરમના આયોજકો એ આભાર માન્યો હતો. મોહરમ પર્વ નિમિત્તે રથયાત્રા સમિતિના પ્રમુખ ભરતભાઈ ભાવસાર અને હોદ્દેદારો સહિત સિદ્ધિવિનાયક મંદિરના મહંત સચિન મહારાજ તેમજ અન્ય મંદિરોના મહારાજો ઉપસ્થિત રહેતા તેમનું સન્માન કરવામાં આવ્યું હતું જેમાં કોમી એકતા ના દર્શન થયા હતા

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

error: Content is protected !!