31.7 C
Gujarat
Tuesday, July 14, 2026
Home HeadLines અફસરોના દરબારની નવી રીત, પહેલા ચપ્પલ કાઢો પછી સમજાવો તકલીફ, મોડાસા TDO...

અફસરોના દરબારની નવી રીત, પહેલા ચપ્પલ કાઢો પછી સમજાવો તકલીફ, મોડાસા TDO ચેમ્બર બહાર લાગ્યું સ્ટીકર

0
60

અરવલ્લી જિલ્લામાં સરકારી કચેરીઓ હવે સ્વચ્છતા ના બહાને ગકીબ અરજદારો માટે નિયમો બનાવી રહી હોય તેવું લાગે છે. કેટલીક કચેરીઓમાં ન્યાય નહીં, પણ નિયમોની શાહી જોવા મળે છે. મોડાસા તાલુકા વિકાસ અધિકારીની કચેરીએ હવે એવુ સ્ટીકર લગાવાયું છે કે, જેનાથી સૌકોઈ હેરાન થી રહ્યા છે. ખાસ કરીને ચાલતા આવતા અને સામાન્ય ચપ્પલ કે શ્રમિક અરજદારો આવતા હોય તેમના માટે આ નિયમ બન્યો હોય તેવું લાગે છે. ટીડીઓ ચેમ્બર બહાર “બુટ-ચપ્પલ બહાર ઉતારવા”,નું સ્ટીકર લગાવી દેવાયું છે.

અરજદારો દુખતી ફરિયાદો લઈને આવે અને અધિકારી તેમના દરબારમાં પ્રવેશ કરતા પહેલા તેમને તેમના પગરખાં બહાર કાઢવા માટે ફરમાન કરાવતો હુકમ ચેમ્બર બહાર લગાવી દીધો છે, તે કેટલો યોગ્ય છે તે સવાલ છે. કલેક્ટર અને જિલ્લા વિકાસ અધિકારી ની ચેમ્બર માં જવા માટે પણ અરજદારો ચપ્પલ પહેરીની જઈ શકે છે તો TDO ની ચેમ્બરમાં કેમ નહીં. સાહેબને સ્વચ્છતાથી આટલો બધો લગાવ હોય તો તાલુકા પંચાયત કચેરી મોડાસાના શૌચાલમાં સાફ-સફાઈ કરવામાં આવે, મોડાસાના ગ્રામ્ય વિસ્તારોની સાફ સફાઈ કરવામાં આવે ગામમાં ઠેર ઠેર ઉકરડાઓ જોવા મળી રહ્યા છે, તેની દૂર કરવામાં આવે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

error: Content is protected !!