32.8 C
Gujarat
Friday, August 28, 2026
Home HeadLines Impact : Mera Gujarat ના અહેવાલ બાદ અરવલ્લી જિલ્લા સેવા સદન ના...

Impact : Mera Gujarat ના અહેવાલ બાદ અરવલ્લી જિલ્લા સેવા સદન ના વીજ પોલ પર ખુલ્લા વાયર ઢાંકવાની તજવીજ

0

અરવલ્લી જિલ્લા સેવા સદનમાં ઠેર ઠેર વીજ પોલ છે, જયાં 7 જુલાઈના રોજ આરોગ્ય વિભાગની કચેરી પાછળ, વીજ કરંટ લાગવાથી અબોલા પશુનો જીવ ગયો, પણ અહીં તંત્રને માણસની કોઈ જ કિંમત ન હોય તેવું લાગે છે. અરવલ્લી જિલ્લા સેવા સદનના પ્રવેશ દ્વાર થી લઈને જ્યાં જાઓ ત્યાં વીજ પોલ છે, પણ વીજ પોલ ને કોઈ ભૂલથી અડકી જાય, તો શોર્ટ લાગવાની શક્યતાઓ છે, જે અંગે Mera Gujarat તે અહેવાલ પ્રસિદ્ધ કર્યો. તંત્રને તાત્કાલિક વીજ પોલ પર ટેપ ચોંટાળી છે .બાકી રહી ગયેલા વીજ પોલ પર વીજ વાયર ઢાંકવાની તજવીજ પણ હાથ ધરવામાં આવી હોવાની વિગતો મળી રહી છે.

અરવલ્લી જિલ્લા સેવા સદનમાં આવેલા મોટાભાગના વીજ પોલ પર ખુલ્લા વાયર જોવા મળી રહ્યા છે. જિલ્લા પંચાયતના ગેટ થી રૂઆત કરીએ તો, જમણી બાજુના વીજ પોલ થી ખુલ્લા વાયર જોવા મળી રહ્યા છે, જ્યાં ફૂટપાથ પર કેટલાય અરજદારો ચાલીને પસાર થતાં હોય છે. આ સાથે જ મામલતદાર કચેરીના પાર્કિંગમાં પણ આવી જ સ્થિતિ જોવા મળી રહી છે. આવા કેટલાય વીજ પોલિસ જિલ્લા સેવા સદનના કંપાઉન્ડમાં ખુલ્લા વાયર થી ગુંચાયેલા ખુલ્લા વાયર સાથેના વીજ પોલ જોવા મળી રહ્યા છે. જિલ્લા સેવા સદન કંપાઉન્ડમાં આવેલા તમામ વીજ પોલિની તપાસ કરવામાં આવશે કે કેમ તે સવાલ છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

error: Content is protected !!