30 C
Gujarat
Tuesday, July 14, 2026
Home ક્રાઇમ અરવલ્લી : સ્પોર્ટ બાઈક પર દારૂની ખેપ મારતા 2 ઈસમ ને ઝડપી...

અરવલ્લી : સ્પોર્ટ બાઈક પર દારૂની ખેપ મારતા 2 ઈસમ ને ઝડપી પાડતી ભિલોડા પોલિસ

0
85

અરવલ્લી જિલ્લામાં સતત દારૂની હેરાફેરી થતી હોય છે, જોને સતત પર્દાફાશ થતો હોય છે. ભિલોડા તાલુકાના વિવિધ રોડ જે રાજસ્થાનથી ગુજરાતમાં પ્રવેશતા હોય, તે મોટાભાગના સિલ્ક રૂટ માનવામાં આવે છે. જોકે અરવલ્લી જિલ્લા પોલિસ વડા શૈફાલી બારવાલની કડક સૂચનાથી પોલિસની અલગ અલગ ટીમ દ્વારા આવી દારૂની ઘૂસણખોરીને અટકાવવામાં આવી રહી છે. ભિલોડા પોલીસ સ્ટ્રેશનના વિસ્તારમાં આવેલા પારા ગામની સીમમાંથી પોલિસે 44,235 રૂપિયાના દારૂ ાસથે 2 આરોપીઓને ઝડપી પાડ્યા છે.

અરવલ્લી જિલ્લા પોલિસ વડા શૈફાલી શૈફાલી બારવાલ બારવાલ અને મદદનીશ પોલિસ અધિક્ષક સંજય કેશવાલા ના માર્ગદર્શન હેઠળ ગેરકાયદે પ્રવૃત્તિઓ અટકાવવા માટે સતત કામગીરી થતી હોય છે. આ વચ્ચે ભિલોડા પોલિસ સ્ટેશનની ટીમ પીઆઈ પેટ્રોલિંગમાં હતી ત્યારે બાતમી હકિકત મળેલ કે, એક વિદેશી દારૂ ભરેલ ટી.વી.એસ અપાચે મોટર સાયકલ નંબર આર.જે.27-બી.એલ-6336 પર વિદેશી દારૂનો જથ્થો લાવવામાં આવી રહ્યો છે. બાઈક પર બે ઈસમો દારૂ લઈને આવતા હોવાની બાતમીના આધારે પોલિસે પાદરા ઘાટા રોડ ઉપર નાંકાબંધી કરી હતી. મોટર સાયકલ આવતા કોર્ડન કરીને બાઈક ચાલકને ઝડપી પાડ્યા હતા. પોલિસે પેટીમાં તપાસ કરતા વિદેશી દારૂની બોટલો/ બીયર કુલ નંગ 68 કિ રૂ. 19235/- તથા મો.સા ની કિ.રૂ.25000/-મળી કુલ કિ.રૂ. કે.રૂ.44235/- રૂપિયાનો મુદ્દામાલ કબજે કર્યો હતો.
પકડાયેલ આરોપીનું નામ
(1)રાકેશભાઇ દેવીલાલ ડામોર ઉ.વ.૨૩
(2)વિકાસભાઇ સુરેશભાઇ કોપસા ઉ.વ.૨૦ બંને રહે.ખડકાયા તા.ખેરવાડા જિ. ઉદેપુર રાજસ્થાન

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

error: Content is protected !!