32.8 C
Gujarat
Friday, August 28, 2026
Home ક્રાઇમ અરવલ્લી: વોલ્ટાસ કંપનીના મશીન બોક્ષમાં વિદેશી દારૂની હેરાફેરી, શામળાજી પોલિસે કર્યો પર્દાફાશ

અરવલ્લી: વોલ્ટાસ કંપનીના મશીન બોક્ષમાં વિદેશી દારૂની હેરાફેરી, શામળાજી પોલિસે કર્યો પર્દાફાશ

0

અરવલ્લી જિલ્લાની રતનપુર બોર્ડર પરથી વર્ષે દહાડે કરોડો રૂપિયાનો દારૂ પકડાતો હોય છે. કેટલીક ગાડીઓ અહીંથી નિકળી પણ જતી હોય છે. પોલિસે ચોક્કસ બાતમીના આધારે શામળાજી નજીકથી ટાટા કંપનીની ટ્રક કન્ટેનર ગાડી નંબર. HR-55-AF-7681 માં વોલ્ટાસ કંપનીના મશીનના બોક્ષની આડમાં લવાતો દારૂ પકડી પાડ્યો હતો. પોલિસે તપાસ કરતા 28 લાખનો દારૂ પકડી પાડ્યો હતો.

અરવલ્લી જિલ્લા પોલિસ વડા શૈફાલી બારવાલના કડક આદેશથી જિલ્લામાં પ્રોહિબેશનની કામગીરી થઈ રહી છે. જિલ્લાના વિવિધ વિસ્તારોમાંથી પોલિસ દારૂ પકડી રહી છે, ત્યારે નેશનલ હાઈવે પરથી પોલિસે લાખોનો દારૂ પકડી પાડ્યો છે. શામળાજી પોલિસને બાતમી મળી હતી કે, ટાટા કંપનીની ટ્રક કન્ટેનર ગાડી નંબર, HR-55-AF-7681 માં, ચાલક વિદેશી દારૂનો જથ્થો ભરી અણસોલ બોર્ડર થઇ ગુજરાતમાં પ્રવેશ કરનાર છે. પોલિસે ચોક્કસ બાતમીના આધારે, શામળાજી પોલીસની ટીમે નાના-મોટા વાહનોનું ચેકિંહ હાથ ધર્યું હતું. આ દરમિયાન હકીકતવાળી ટાટા કંપનીની ટ્રક ગાડી નંબર HR-55-AF-7681 ની આવતા, તેની તલાશી લેતા, તેમાં વોલ્ટાસ કંપનીના મશીન મુકેલા હતા. પોલિસે પૂછ્યું કે, આમાં બીજુ શું છે, ત્યારે વોલ્ટાશ કંપનીના મશીન મુકેલા છે, જે મુંબઇ લઇ જવાના હોવાનું ચાલકે જણાવ્યું હતું. પોલિસે તપાસ કરતા,વોલ્ટાસ કંપનીના મશીનના બોક્ષની આડમાં ભારતીય બનાવટની અલગ અલગ બ્રાન્ડની વિદેશી દારૂની પેટીઓ ભરેલી હતી. મશિનના બોક્ષમાં દારૂની નંગ-177, કુલ બોટલ/ક્વાટર નંગ-4644, કુલ કિ.રૂ.28,96,200/-નો પ્રોહી મુદ્દામાલ મળી આવ્યો હતો. પોલિસે આરોપી પાસેથી મોબાઇલ ફોન નંગ-૧ જેની કિ.રૂ.૨૦૦૦/- તથા ટ્રક ગાડી નંબર HR-55-AF-7681 કિ.રૂ.૧૦,૦૦,૦૦૦/- ની તથા ટ્રક ગાડીમાં ભરેલ વોલ્ટાસ મશીનના બોક્સ કિં.રૂ.૧૯,૦૯,૩૨૧/-તથા મોબાઇલ મળી કૂલ કિં.રૂ. ૫૮,૦૭,૫૨૧/-નો મુદામાલ કબ્જે કરી ટ્રક ગાડી ચાલક વિરૂધ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

error: Content is protected !!