28.7 C
Gujarat
Tuesday, July 14, 2026
Home HeadLines અરવલ્લી: માલપુર માં ભંગારની દુકાનમાં મળી આવેલા સરકારી પાઠ્ય પુસ્તકના છેડા મહિસાગર...

અરવલ્લી: માલપુર માં ભંગારની દુકાનમાં મળી આવેલા સરકારી પાઠ્ય પુસ્તકના છેડા મહિસાગર સુધી !! કોનું કારસ્તાન ?

0
131

અરવલ્લી જિલ્લાના માલપુરના એક ભંગારના વેપારીને ત્યાંથી 5000 સરકારી પાઠ્ય પુરતકનો મોટો જથ્થો પકડી પાડવામાં આવ્યો છે. સરકારી પાઠ્ય પુસ્તકોનો જથ્થો મળી આવતા, ગુજરાત રાજ્ય પ્રાથમિક શિક્ષણ વિભાગ સામે સવાલો ઉઠ્યા છે. ભંગારની દુકાનમાંથી મળી આવેલા, પ્રાથમિક શિક્ષણ વિભગના પાઠ્ય પુસ્તકનો જથ્થો રાજ્યના શિક્ષણમંત્રી કુબેર ડીંડોરના જિલ્લા મહીસાગર નો હોવાનું જાણવા મળ્યું છે. મહિસાગર જિલ્લાના ખાનપુર પંથકમાંથી ભંગારના વેપારીએ સરકારી પુસ્તકીનો જથ્થો ખરીદી કર્યો હોવાનું અરવલ્લી જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારીની પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે. અરવલ્લી જિલ્લા પ્રાથમિક સિક્ષણાધિકારીએ સ્થળ તપાસ કરી 5 હજાર સરકારી પાઠ્ય પુસ્તકનો જથ્થો કર્યો હતો વધુમાં આ પુસ્તકો જુના અને અને થોડા નવા અભ્યસક્રમના હોવાનું જણાવ્યું હતું.

આ પહેલા મહિસાગર જિલ્લાના ખાનપુર તાલુકાના લીંબડીયા ચોકડી પાસે એક ભંગારની દુકાનમાંથી સરકારી પ્રાથમિક શાળાના પાઠ્ય પુસ્તકો મળી આવ્યા હતા, જેનો વીડિયો સોશિયલ મીડિયા પર વાઈરલ થયો હતો. વીડિયો વાઈરલ થતાં જ શિક્ષણ વિભાગની કામગીરી પર સવાલોના ચક્રવ્યુહમાં આવી ગઈ હતી. આ સમગ્ર મામલે પાઠ્યપુસ્તકો ક્યાંથી આવ્યા કોણ લાવ્યું અને ક્યાં વેચ્યા તે સંદર્ભે શિક્ષણ વિભાગે તપાસ હાથ ધરી હતી. સમગ્ર ઘટનાની ગંભીરતા જોઈ મહીસાગર જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારી સહિતની ટીમ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી હતી. તેમને જણાવ્યું કે, સરકારી પાઠ્યપુસ્તકો વેચી શકાય નહીં, જોકે તેઓએ તપાસ બાદ જણાવ્યું કે, આ પાઠ્યપુસ્તકો અન્ય જિલ્લામાંથી અહીંયા વેચવા માટે લાવવામાં આવ્યા હતા.

હવે અરવલ્લી જિલ્લાના માલપુર પંથકમાં આવેલ ભંગારની દુકાનમાંથી મળી આવેલા પાઠ્ય પુસ્તકો મહિસાગરથી આવ્યા છે કે, કેમ તે સવાલ છે. મહિસાગર જિલ્લાના ખાનપુરમાં આવેલ ભંગારની દુકાનમાં જે પુસ્તકો હતા, તે આજ પુસ્તકો છે કે, નહીં, તે પણ તપાસ થવી જોઈએ. કયા ભેજાબાજ નિષ્ણાંત વ્યક્તિએ સરકારી પુસ્તકોને વેંચી દીધા, તેવા પણ સવાલો ઉઠી રહ્યા છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

error: Content is protected !!